________________
આગમત જૈન જનતાની આ રૂઢિને જેઓ યથાર્થ રીતે સમજતા નથી કે સમજે તે પણ પિતાનું રૂઢિ ઉત્થાપકપણાનું ઉપાડી લીધેલું બિરુદ સફલ કરવા મથે છે. તેઓ ભાષણને વ્યાખ્યાન તરીકે જાહેર કરે છે આમ કરવાની તેઓની મતલબ વ્યાખ્યાનની રૂઢિથી પરિચિત થયેલા અને તેના સામાન્યપણે અથ થયેલાં જીવેને ભરમાવવાની છે.
પણ તે રૂઢિઉત્થાપકોએ સમજવાની જરૂર છે કે
ભગવાન જિનેશ્વરોએ છાંડવા લાયક કહેલ હિંસાદિ જે આ તેને છોડનાર તથા સમ્યગદર્શનાદિ જે આદરવાલાયક ગણ્યા છે. તેને આદરનાર હવા સાથે ભગવાન જિનેશ્વરના આગમની મર્યાદાએ સમ્યગદર્શનાદિ અને દાનાદિરૂપ ધમને નિરુપણ કરવાનું નામ વિ+આ+ખ્યાન એટલે વ્યાખ્યાન છે. આવી ગંભીર પરિભાષાના કારણે જ શાસ્ત્રકાર ભગવાને શ્રી જિનેશ્વર મહારાજાએ નિરુપણ કરેલા ધર્મની પણ વ્યાખ્યા કરનારનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે-વ્યાખ્યાન તે જ કરી શકે જેણે કે–અપવાદ-ઉત્સર્ગાદિ પદાર્થોને જણાવનાર શ્રી આચાર પ્રકલ્પનું જ્ઞાન ગુરૂગમથી મેળવ્યું હોય અને દીક્ષિત થયાને જેઓને ત્રણ વર્ષ ઓછામાં ઓછા થયા હોય, તે આવા પુણ્યાત્માઓ જ વ્યાખ્યાન કરી શકે આવા મહાત્માઓ જ સ્વપર-કલ્યાણની સાધના વ્યાખ્યાન દ્વારા કરી કરાવી શકે.
આ ઉપરથી જેઓ શ્રમણ-નિ પાસે આખા વર્ષમાં કરેલી શ્રી સંઘથી પ્રતિકૂલપ્રવૃત્તિને લીધે જતાં શરમાય અને જે વક્તાઓને નહિ કઈ ધર્મ, કે નહિ કોઈ નિયમ, નહિ કેઈ વ્રત પચ્ચખાણ કે નહિં કેઈ જેનશાસ્ત્રને યથાર્થ અભ્યાસ, અને અહિંતહીંની જેવી તેવી વ્યક્તિઓને ભેગી કરી ધર્મવિરોધી બખાળા જ કાઢવાને ધંધે કરનારા હોય તેવાઓને ભેગા કરી વ્યાખ્યાનના શબ્દથી મુગ્ધ જનતાને ભરમાવી ખરી રીતે ભાષણના તડાકાથી જ પજુસણ ઉજવવા માંગે તેઓએ પ્રથમ તે “વ્યાખ્યાન અને પજુસણું એ બન્નેના મને સમજવાની જરૂર છે, ચાલી આવતી આ વ્યાખ્યાન અને