________________
૫૬
આગમત તેથી જ શાસ્ત્રકારે ઉપર્યુક્ત ગાથામાં કયું પદને વિશેષણ તરીકે રાખી વારંવાર કહ્યું છે અને દરેક ક્રિયાને જેડયું છે, એટલે ચાલવા આદિ દરેક ક્રિયામાં શરૂઆતથી સમાપ્તિ સુધી જયણાની બુદ્ધિ રહે તે જ પાપબંધનથી બચી શકાય.
આવી રીતે “દરેક ચાલવા આદિ ક્રિયાની સાથે જયણાબુદ્ધિ રાખવાથી પાપકર્મ નથી બંધાતું” એમ કહેવાથી “જયણા નહિ કરવામાં પાપકર્મ બંધાય” એ વાત સહેજે સમજાય તેવી છતાં પણ “જયણું બુદ્ધિ વગર ચલનાદિક ક્રિયા કરનારાને પાપ બંધાયા છે” એમ ચકખા શબ્દોમાં જણાવતાં છતાં જણાવે છે કે “જીને બચાવવાની બુદ્ધિ સિવાય ચાલવા આદિની કિયાને કરનાર મનુષ્ય પ્રાણ અને ભૂતને (ત્રસ અને સ્થાવર) જરૂર હિંસક બને છે.”
ધ્યાન રાખવાની જરૂર છે કે “બચાવવાની બુદ્ધિ સિવાય પણ થતી ચાલવા આદિની બધી ક્રિયામાં પ્રાણ અને ભૂતની હિંસા થાય જ છે” એ નિયમ નથી.
કેમકે જયણાની બુદ્ધિ ન લેવા માત્રથી “સર્વ ક્રિયામાં આવી જાય છે, મરી જાય છે” એમ હતું નથી, છતાં શાસ્ત્રકાર મહારાજ “તેવી રક્ષા બુદ્ધિ વિનાની સર્વ પ્રવૃત્તિમાં પ્રાણ અને ભૂતની હિંસા” માને છે, એટલે “યતના વગરના સર્વ વ્યાપાર પ્રાણ અને ભૂતની હિંસામય છે” એમ જણાવે છે, અને તે ઉપરથી નિશ્ચિતપણે જણાવે છે કે “જયણા બુદ્ધિને અભાવ એ જ પ્રાણ અને ભૂતની હિંસા છે.”
આજ કારણથી પાપબંધના કારણ તરીકે જણાવાતી દરેક ચાલવા આદિ ક્રિયાની સાથે સાથં એ પદ વિશેષણ તરીકે લગાડી “ચાલવા આદિ કિયાના આરંભ, મધ્ય કે અંત્ય ભાગમાં પણ બચાવવાની બુદ્ધિના અભાવરૂપ અજયણાની સ્થિતિ થવી જોઈએ નહિ.” એમ દર્શાવ્યું છે.
ઉપર પ્રમાણે જીવેને બચાવવાના પરિણામરૂપ જ્યણાના અભાવથી