________________
આગમત પાપનાં કઈ પણ કાર્યને મન, વચન, કાયાથી અનુમે દે નહિં અને પાપકાર્યોની ત્રિવિધ ત્રિવિધ નિંદા કરે.
બાહ્ય સ્નાન જેમ શરીર પરના કચરા સાથે કરીના વિલેપનને પણ જોઈ નાખે છે, તેમ અજ્ઞાની જીવ પાપ પુણ્યની વહેંચણી ન કરી શકવાના કારણે પાપને પુણ્ય તથા પુને પાપ કહી પાપની નિંદા કરતાં પુયની નિંદા પણ કરી દે, કારણ કે નિર્મલ બાધ નથી. માટે ધર્મનું ચોથું ચિહ નિર્મલબોધ છે. નિર્મલબોધ જેને થાય તે આત્મા પુણ્યને પુણ્ય, પાપને પાપ, આશ્રવને આશ્રવ, બંધનને બંધન, ભાવકારણને ભવકારણ તરીકે વસ્તુને યથાર્થ સ્વરૂપે સમજી શકે છે. નિર્મલ બેધમાં કેઈની સાક્ષી લેવી પડે તેમ નથી. આત્મામાં ધર્મ થયું છે કે નહિ તે જાણવાનાં, તેની સિદ્ધિનાં, પ્રતીતિનાં આ ચિહે છે, આ ચિન્હ તરફ દિલ ન લાગતું હોય તે આત્મામાં ધર્મ નથી એમ સમજવું.
ધર્મનું પાંચમું ચિન્હ કપ્રિયપણું છે. પણ એ ચિન્હ નિયમવાળું નથી, એટલે ત્યાં પ્રાયઃ' શબ્દ મૂક્યો અર્થાત એ ચિન્હ ઘણા ભાગે હોય. વિવેક મનુષ્યને તે વહાલે જ લાગે આવા સુંદર સમાન ગુણવાળાને દેખી તેવા ગુણવાળા સજજને રાજી થાય માટે ધર્મનાં ચાર ચિન્હ ધરાવનારે પ્રાયઃ કપ્રિય હોય એટલે ઘણું કરીને ત્યાં પાંચમું ચિન્હ પણ હોય.
જે આત્મામાં પૂર્વે કથન કરેલા આ પાંચ ચિન્હ પિતામાં જણાય તે સમજવું કે-આત્મામાં ધર્મની અસર થયેલી છે. કારણ કે આ ધર્મ પ્રતીતિ કરવાનું માપક યંત્ર છે.
આ રીતે ધર્મનાં ચિન્હ જાણી, ધર્મને ટકાવવા, વધારવા શુભ. ઉદ્યમ કરશે તે આભવ પરભવ કલ્યાણની પરંપરા પામી છેલ્લે મોક્ષના. શાશ્વત સુખને વિષે વિરાજમાન થશે....”