________________
ધર્મનાં ચિહે
(આ વ્યાખ્યાન વિ. સં. ૧૯૮લ્માં લાલવાડી (મુંબઈ)માં પૂ. આગમવાચનાદાતા સમર્થશાસન સંરક્ષક, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીએ આપેલ, જે કે ખૂબ જ મનનીય હાઈ “આગમચેતના પાઠકોના લાભાથે આપવામાં આવે છે.)
औदार्य दाक्षिण्यं पाप-जुगुप्साथ निर्मलो बोधः ।
लिङ्गानि धर्मसिध्धेः, प्रायेण जनप्रियत्वं च ॥ આર્યક્ષેત્રની મહત્તાનું રહસ્ય
શાસ્ત્રકાર મહારાજા પૂ. આ. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં જણાવી ગયા કે ધર્મની વાસના આર્યક્ષેત્રમાં જ હોય છે, જ્યાં સ્વપ્ન પણ ધર્મના અક્ષરે ન મળે તેવા ક્ષેત્રનું નામ વ્યવહારથી અનાર્યક્ષેત્ર કહેવામાં આવે છે.
ધર્મમાં પ્રવર્તમાન થવાની ઈચ્છા અને તે ઈચ્છાને સફળ કરવાનાં અનેકવિધ સાધને આર્ય ક્ષેત્રમાં સ્વાભાવિક હોય છેઃ આર્યક્ષેત્રને મનુષ્ય ધર્મ કરવામાં પિતાની સફળતા માને છે. આર્યોમાં એ સંસ્કાર પહેલાંથી જ હોય છે કે “આ મનુષ્ય જીવનમાં કઈ ધર્મ કરીશું તે જ જીંદગી સફલ બનશે.” આયેની માન્યતા
મહાનિનામથુd = એ ગ્લૅકમાં સર્વ પ્રકારના જીવની સામાન્ય સ્થિતિ ચાર સંજ્ઞાના આધારે વર્ણવેલી છે.
આર્યોનું એ મંતવ્ય છે કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચારે તે મનુષ્ય તથા પશુમાં સરખાં છે, એટલે કે મનુષ્ય જીવનની સફલતા આ ચારની પ્રવૃત્તિમાં નથી, પણ ધર્મમાં પ્રવૃત્તિ કરવામાં