SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩–જું ૩૭ પડે છે, તેવી રીતે દેવને પણ બીજાની ચીજ અગર દેવી ઉઠાવીને જવું હોય તે જાય ક્યાં ? વિમાનને પ્રકાશ તે સૂર્યથીએ અધિક છે. ગુંડાગીરી કરનારા એવા દેવતાઓ અસંખ્ય પેજન દૂર તમસ્કાયમાં જાય છે. અહીં તે ચોરી વિગેરે રાત્રે, સંધ્યાકાલે એકલદોકલ માણસ હોય ત્યારે અથવા રાજાના રક્ષણની બહારના સંગમાં થાય છે ત્યારે દેવલેકમાં તે ભરસભામાંથી ખુદ ઇંદ્રની ચીજો ઉઠાવી જનાર પડ્યા છે! એક વખત ઈદ્ર સભામાં વિરાજમાન છે. તેમને ઉપયોગ મૃત્યુ લેકમાં જતાં ત્યાંની કાંઈક આશ્ચર્યમય ઘટનાથી મસ્તક ધુણાવે છે, તે વખતે શિરદનનથી પડી ગયેલે મુકુટ પાસેને દેવતા લઈને નાસી જાય છે. ઈંદ્ર વજથી એને મારે છે, મુકુટ પાછો મેળવે છે. આ વાતથી કહેવાનું તાત્પર્ય એ છે કે આવી દુષ્કૃતમાં હિંમતવાળા દે દેવલોકમાં પણ છે. આવા દેને તમસ્કાયના અંધારાને આશ્રય ગોતવો પડે છે. તમસ્કાયનું અંધારું એવું ગાઢ છે કે જ્યાં અવધિજ્ઞાનનો ઉપગ પણ મુશ્કેલ થઈ જાય છે. હવે એ તમસ્કાયમાં રહેલું અંધારું પણ જેને ગરજ હોય તેણે અસંખ્યાત જજન દેડીને જવું પડે છે. આથી સ્વર્ગમાં અંધારું શેઠું પણ જડતું નથી એ વાત બરાબર છે. પલ્યોપમ તથા સાગરોપમના આયુષ્યવાળા દે કે જેઓએ અંધારાને જોયું જ નથી, તેઓ જ્યારે આની અંધારકેટડીમાં પિતાને ઉપજવાનું તથા સવાનવ માસ રહેવું પડશે એમ જાણે ત્યારે તેમને શું થાય એ વિચારે ! વળી આવી ગટરમાં, આવી અંધાર કેટડીમાં, આટલો વખત રહેવાનું પણ કેવી રીતે ? રહેવાનું નહિ પણ લટકવાનું ! ઉંધે માથે લટકવાનું !!! ઝેર ખાધેલા મનુષ્યને કે ડુબેલાને ઉંધે માથે લટકાવે છે તે જોયું છે. માત્ર અરધા કલાક લટકાવે તેમાં શી દશા થાય? પહેલાં ઉલટીઓ થાય, પછી આંતરડાં તથા આંખે બહાર નિકળી જાય. તિર્યચેનાં ગર્ભસ્થાન તે
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy