SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ ત તીરછાં રહેવાય તેવાં છે જ્યારે મનુષ્યને તે ગર્ભમાં ઉંધે માથે જ લટકવું પડે છે. એટલે જ શાસ્ત્રકારે ફરમાવે છે કે – तं सुरविमाणविभव, चिंतिय चवणं च देवलागाओ। अइबलिय चिय हिययं, सयसक्करं जं ण फट्टे ॥ અર્થ–તે સુર દેવવિમાનના વિભવને ચીંતને અને દેવકથી ચવવાનું દેખીને ખરેખર અતિ બલિષ્ઠ એવું હૃદય છે કે જે સેંકડો ટુકડા થઇને ફાટતું નથી. ભાવાર્થ–દેવતાઈ ઠકુરાઈ, પારાવાર રિદ્ધિ સમૃદ્ધિવાળા દેવ પિતાની આવી કરૂણ દશા, પિતાનું નિંદ્ય ભાવિ નજરે નિહાળે છે છતાં એનું કાળજું સેંકડો કટકા થઈ ફાટી જતું નથી, વજથીયે કઠણ એવી વેદનાથી મનુષ્ય તે જીવી પણ શકે નહિ! મરણથી ડરવું એ માર્ગ–ભુલેલાની દશા છે. એકેદ્રિયથી પંચેન્દ્રિય પર્યંતના તમામ પ્રાણ મરણથી ડરે છે. દેવે પણ ડરે છે, થરથરે છે ! આપણે પહેલાં જોઈ ગયા કે નારકી મરણને વહાલું ગણે છે, પણ તેય મરણરૂપે નહિં પરમાધામી કૃત, ક્ષેત્રજન્ય તથા પરસ્પરથી ઉત્પન્ન દુઃખ એવું છે કે ખસેડયું ખસતું જ નથી, માટે મરણને ઈચ્છે છે, પણ એ જીવને ય મરણ મરણ રૂપે (સ્વરૂપે) હાલું નથી. દરેક ગતિમાં એક પણ જાતિમાં મરણથી ડર્યા વગર જીવ નથી, આ વાત સિદ્ધ થાય છે. - નારકી પણ દુઃખથી ત્રાસીને બુમાબુમ કરે છે કે “અમને કઈ બચાવે!” શાસ્ત્રકાર કહે છે કે “માર્ગ–ભૂલેલા આત્માઓની આ દશા છે કે મરણથી ડરવું!” જે મનુષ્ય બાવળીઆ વાવતાં વિચાર ન કરે અને કાંટાથી કંપે તે મૂર્ખશિરોમણિ નહીં એ તે બીજું શું કહેવાય? જન્મ એ બાવળીયાનું વાવવું છે. અને મરણ એ કાંટા છે. જન્મરૂપી બાવળીયા તે વાગ્યે જ જવા અને મરણ રૂપી કાંટાથી ડરવું એ મૂર્ખાઈની પરકાષ્ટા છે.
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy