________________
ધર્મનું મહત્વ :
(૨) (પરમપૂજ્ય આગોદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આચાર્ય દેવ શ્રીમદ્દઆનંદસાગરસૂરીશ્વરજીએ આ વ્યાખ્યાન વિ.સં. ૧૮૯ માગશર વદ ૬ સેમવારે ભાંડુપ (મુંબઈ)માં આપેલ. જે બહુ મહત્વનું છે. ટૂંકમાં ધર્મનું મહત્વ જણાવનાર હોઈ “આગમત ના વાચકના હિતાર્થે અહીં આપવામાં આવે છે.)
धनदो धनार्थिनां धर्मः, कामिनां सर्वकामदः ।
धर्मणैवापवर्गस्य, पारंपर्येण साधकः ॥१॥ જીવમાત્રની ઈચ્છાનું વર્ગીકરણ
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્રસૂરિ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતાં ફરમાવે છે કે સંસારમાં ચાહે એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરિંદ્રિય કે પંચેન્દ્રિય ભે, નારકી, મનુષ્ય, દેવતા કે તિર્યંચ , એ તમામ જેની ઇચ્છાનું વર્ગીકરણ કરીએ તે તેના ચાર વર્ગ (પ્રકાર) પડે છે. એ ચાર વર્ગના નામ (૧) ધર્મ (૨) અર્થ (૩) કામ અને (૪) મોક્ષ.
શાસકારે વસ્તુ સ્વરૂપ હોય તેવું કહે, પણ એથી એવું કથન આચરણીય બને છે એમ નથી. આ ચાર વર્ગના કથનને કેટલાક એ અર્થ કરે છે કે આ ચારે વર્ગ સાધવા લાયક છે, પણ એમ નથી. શાસ્ત્રકારે આચરવાલાયક તરીકે એ વિભાગ દર્શાવ્યા નથી. પણ ઈરછાના પ્રકારનું વર્ગીકરણ બતાવેલ છે. જેમ જે એકેંદ્રિ, બેઇદ્રિય, તેઈદ્રિય, ચૌરિદ્રિય તથા પચેંદ્રિય એમ પાંચ જાતિના કા, એ ઉપથી એમ નથી કરતું કે એકેદ્રિયથી લઈ ચૌરિદ્રિ સુધીમાં પણ જવું જ, જેની જાતિ છે તે માત્ર બતાવી, જાતિના વિભાગ બતાવ્યા તેથી પાંચે જાતિ સાધ્ય છે એમ ગણાય નહિ...