________________
પુસ્તક ૩જુ
ર૭ તે રીતે ઈચ્છાના વર્ગના વિભાગ કા માટે દરેક વર્ગ સાધવા લાયક છે એમ નથી. જેમ જાતિ એ છે (ઈદ્રિયવાળા જી)નું માત્ર વર્ગકરણ છે સંસારી જેમાં પાંચ જાત સિવાય છઠ્ઠી મળે નહિ, તેમ સર્વ જીની ઈચ્છાનું વર્ગીકરણ કરવામાં આવે તે તેના ચાર વિભાગ જ પડે છે. પાંચમે વિભાગ જગમાં નથી.
(૧) કેટલાક બાહ્ય સુખનાં સાધને તરફ વળગેલા હેય. (૨) કેટલાક બાહ્યસુખમાં વળગેલા હેય. (૩) કેટલાક આત્મીયસુખના સાધનમાં વળગેલા હોય. (૪) કેટલાક આત્મીયસુખ અનુભવનારા હાયઃ
આ ચાર વર્ગ સિવાય પાંચમે વર્ગ છેજ નહિ, પૈસાની કિંમત પણ બાહ્ય સુખના સાધન તરીકે છે.
જગતમાં સુખ બે જ પ્રકારનાં કાંતે આત્મીય સુખ, કાંતે બાહ્યસુખ; સાધના એ બેની જ; પૈસાને પિસા તરીકે કઈ લેતું નથી પણ બાહ્ય સુખના સાધન તરીકે જ લે છે. પૈસાથી સુખના સાધન મેળવી શકાય છે એમ ધારી એને સંગ્રહાય છે. જે જાતિને પૈસે એ સુખનું સાધન હોતું નથી તે જાતિ તેના તરફ (પૈસા તરફ) રાગ રાખતી નથી. દેખીએ છીએ કે સેનાને ઢગલો પડ્યો હોય, અરે ના હીરા પાથર્યા હોય છતાં ત્યાં પશુ (જાનવર)ને ઉભું રાખીએ તે ત્યાં પેશાબ અને દિરે કરે! કારણ કે એને એ સુખનું સાધન ગણતું નથી.
અરે ! નાનાં છોકરાને પણ પૈસે એ સુખનું સાધન હજી સીધું લાગ્યું (સમજાયું) નથી. કારણ કે એની પાસે જે રૂપીઓ અને લાડ (બંને) ધરે તે એ પહેલાં લાડવાને પકડે છે પૈસાની કિંમત શા ઉપર? સુખનાં સાધનની કિંમત ઉપર ! જેનાથી જેવા સુખના સાધન મળે તે ઉપર તેની કિંમત છે. રૂપીયાથી અમુક ચીજ શેર પ્રમાણમાં મળતી હોય તે રૂપીયે સે અને આછેર મળે તે રૂપી મેં.