________________
આગમત જ્ઞાનદષ્ટિવાળાને વિષય છે તેનું અનુકરણ અજ્ઞાન દષ્ટિવાળાને હિતકારી ન નિવડે.
તેમ મહાવીર ભગવંત જ્ઞાની હતા. ને તેમના અભિગ્રહનું દષ્ટાંત બીજાઓએ લઈ દીક્ષાના કાર્યને અટકાવવું એ અજ્ઞાનદશા છે.
અભિગ્રહની માર્મિકતા - હિંદુઓમાં છોકરીને હક હેત નથી તેથી કરીને હક આપવા દસ્તાવેજમાં લખાણ કરવું પડે છે. પણ મુસલમાન માં છોકરીને હક હેય છે, તેથી તેમાં છોકરીના હક સંબંધી લખાણ કરવામાં આવતું નથી.
તેમ અભિગ્રહનું લખાણ ત્યારે જ હેય કે-મા બાપની રજા સિવાય દિક્ષા ન જ અપાતી હેય પણ તેવું છે નહિં. માટે અભિગ્રહની બાબત આગળ કરી, દીક્ષા સંબધી કાર્યમાં અટકાયત કરવી તે યુક્તિસંગત નથી. તીર્થકરનું શું અનુકરણીય?
નવી મુદ્દાની વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે શ્રી તીર્થકર પરમાત્માના જીવનમાંથી પાયોપથમિક ભાવની જે કરણી હોય તે અનુકરણીય–આદર્શરૂપ મનાય છે. પણ ઔદયિકભાવની ચીજ અનુકરણીય નથી બનતી, નહીં તે “તીર્થકરેએ લગ્ન કર્યું, રાજ્ય ચલાવ્યું, સંતાત્પત્તિ કરી,” વગેરે બાબતે પણ અનુકરણીય બની જાય.
તેથી આ અભિગ્રહ પણ “માતાજી ઉપર મેહના કારણે કર્યો છે.” તે મોહના ઉદયથી થયેલ આચરણનું અનુકરણ વ્યાજબી નથી.
ખરેખર! જે ભગવાનને અભિગ્રહ અનુકરણીય હોય તે તે દીક્ષા લીધા પછી જે ઘેર અભિગ્રહ લીધા તે અનુકરણીય છે તેને તે કઈ આજે સંભારતું જ નથી મનફાવતી વાતમાં ગર્ભમાં ધારેલ અભિગ્રહને આગળ કરી દીક્ષા-સંયમમાર્ગ પ્રતિ અરૂચિ ધરાવવાને કશો અર્થ નથી !