________________
પુસ્તક ૩-જુ
પચ્ચક્ખાણ હોય તો તે પાપ વ્યાપારને રોકવાની આદર્શ ક્રિયા હાઈ અનુકરણીય હોય, પણ ધારણા તે વ્યક્તિગત અમુક સંકલ્પ રૂપ હેય છે. તેનું ઉદાહરણ લઈ સન્માર્ગમાં પ્રવર્તનારને રેકી ન શકાય.
જૂઓ ! ધારણ અને પચ્ચક્ખાણમાં કેટલું અંતર છે?
એક રાજાની કુંવરી હતી. તેણે નિયમ લીધે કે છ માસ સુધી માંસ ન ખાવું. છતાં આગળ એવી પ્રતિજ્ઞા કરી કે “તે નિયમની મુદત પૂરી થાય, ત્યારે સર્વને ભેળા કરી માંસ રંધાવી ખાવું ને ખવડાવવું.” આ પ્રમાણે નિયમ કરેલ બાબત આગળ ઉપર વધારે પ્રમાણમાં પાપરૂપ થવાની હોવાથી તેને શાસ્ત્રકારે પચ્ચકખાણ કીધું નથી.
આ વાત શાસ્ત્રમાં અજ્ઞાનતાના દષ્ટાંતરૂપે જણાવવામાં આવી છે. અજ્ઞાન દશાનું દષ્ટાંત વળી એક બાવલીનું દષ્ટાન્ત આપે છે
ચાર જણ છે ત્યાં સુધી બાણ ન ફેંકવું એ નિયમ મનમાં ધારે ને તે પછી જે તેને આદર ન કરવા માગતા હોય તે તે તે વાસ્તવિક પચ્ચખાણ કહેવાય પણ પાછો બીજાને બાણથી હણવાનું કાર્ય ચાલુ રાખવું છે. તેથી તે ખરા પચ્ચખાણરૂપ ન જ કહેવાય.
આ બને દષ્ટાંત પચ્ચખાણ લેવામાં અજ્ઞાનદશાના જાણવા, પણ ભગવંતે તે જ્ઞાનથી-માતાનું સ્વરૂપ જોયું. ને તે કારણ જાણવાથી અભિગ્રહ લીધે તેથી અજ્ઞાન દષ્ટિવાળાઓએ તેનું દૃષ્ટાંત લેવું, તે કેઈ. રીતે વ્યાજબી ન ગણાય. અનુકરણ કેનું કરાય?
આ. શ્રી સંભૂતિવિજયજી મહારાજે જ્ઞાનદષ્ટિથી સ્થૂલભદ્રજીનું સ્વરૂપ જોઈને વેશ્યાને ત્યાં મોકલ્યા હતા તેથી, બીજાએ તેનું દૃષ્ટાંત લઈ કાંઈ સાધુને વેશ્યાને ત્યાં મોક્લાય જ નહિં, કારણ કે તે–