________________
'૧૮
આગમત આવું બોલનારા-લખનારાઓ ખરેખર દુઃખગર્ભ વૈરાગ્યની સાચી •વ્યાખ્યા જ સમજી શક્યા નથી. દુખગર્ભ વૈરાગ્યની વ્યાખ્યા
જ્ઞાનીઓ તે કહે છે કે –
“સાંસારિક ધન-માલ-મિલક્ત કે કુટુંબના દુઃખને દૂર કરવા પૂરતી દીક્ષા લેવાની વિચારણું તે દુઃખગર્ભવૈરાગ્ય, જેમાં કે આવી પડેલ દુઃખને દૂર કરવા પૂરતી જ વિચારણા હાય, વૈરાગ્યની પડી ન હોય, સંસારી દુઃખ દૂર થાય છે તેવું અનુકૂળ વાતાવરણ મળે કે તુર્ત વૈરાગ્યને રંગ ઉતારી દે. આ દુઃખગભ વૈરાગ્ય કહેવાય.”
પણ દુઃખના નિમિત્તે વૈરાગ્ય જાગે અને આશ્રવારે બંધ કરી સંવર–ચારિત્રના માર્ગે પ્રયાણ થાય તે તે દુઃખ નિમિત્તક જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહેવાય. નહીં તે એક તીર્થંકર પરમાત્માને જ નિનિમિત્તક સહજસિદ્ધ જ્ઞાનબળે વૈરાગ્ય થતે હાઈ બાકી બધા મહાપુરૂષને કંઈ ન કંઈ બાહા નિમિત્તને પામીને જ વૈરાગ્ય ઉપજે છે, તે બધા દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં ચાલ્યા જાય. પણ જ્ઞાનીઓએ તેવા મહાપુરૂષોના વૈરાગ્યને સનિમિત્તક જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહેલ છે. વૈરાગ્યની ભળતી વ્યાખ્યાથી આવતી આપત્તિઓ
જૂઓ! ધન્નાજી ““કહેવું તે ઘણું સાહિલું, પણ કરવું છે અતિ દોહ્યલું”ના ટેણીથી સ્નાન પીઠ પરથી તુત કેશકલાપને વાળીને વૈરાગ્યના પંથે વળ્યા !
શાલિભદ્રજી પણ “ક્ષણમાં કરે એ રજીએ, ક્ષણમાં કરે બેરાજીએ” આદિ ભદ્રા માતાના વચનેથી શ્રેણિક મહારાજ માટે સાતમે માળથી છઠે આવવું પડ્યું અને મારા માથે પણ નાથ” આદિ વિચારધારાથી વૈરાગ્યના રંગે ચઢી ગયા.
સગરચકી પણ અષ્ટાપદ મહાતીર્થની ખાઈમાં ગંગાનદીનું પાણી વાળવાના પરિણામે એકી સાથે ૬૦ હજાર પુત્રના મરણના હૈયું હચમચાવી નાંખનારા સમાચાર સાંભળી ચારિત્રના પંથે વન્યા.