________________
-૧૬
આગમત ભગવંતને તે ઢાલ ક્યાં મળી? નિયસારની ઉદાત્ત ભાવના
તે ભવમાં કાષ્ટ લેવા અટવી ગયા છે. તે વખતે ભેજન કરવા બેસતાં વિચારે છે કે-“આવે વખતે કઈ અતિથિ આવે તે દાન આપીને જમું-” આ ભાવના તે ઢાલરૂપ સમજવી. હજુ સમકિત પામ્યા નથી. છતાં આવી જે ઉત્તમ ભાવના થઈ. તે જ ઢાલરૂપ કહેવાય, ભવિતવ્યતા ગે માર્ગથી ભૂલેલા સાધુઓ ત્યાં આવી ચડ્યા. ને તેમની ત્યાગ મુદ્રા જોઈને મિથ્યાત્વપણમાં પણ નયસારને તેમના ઉપર શુભ ભાવ આવે. માટે ત્યાગ ઉપર ભાવ ન આવે તેની દશા કેવી રીતની ને કઈ કેટીની હોય? તે વિચારજે.
સાધુ ત્યાં આવ્યા તે વખતે નયસારે ગોચરી વહેરાવી સાધુ અન્ય સ્થળે જઈ આહાર કરવા બેઠા, તેવા વખતે નયસાર પ્રથમ જમીને પાછો તેમની પાસે આવ્યા ને જંગલમાં આવેલા મુનિને માગે પહોંચાડવાની ભાવનાવાળો થયો. હજુ સમકિત નથી પામે છતાં આવા જે ભાવ થયા તે શુભ પગથીયું જ સમજવું. જયંતિની ઉજવણું અનિષ્ટ છે
ભગવાનના જન્મને જયંતિરૂપે ચીતરનારાએ બહુ જ ખ્યાલ રાખવું જોઈએ. જ્યતિ એ સાધારણ શબ્દ છે, દુનિયાના સર્વ પ્રાણીએના જન્મને યંતિરૂપ ગણાય, પણ આ ભગવંતને કલ્યાણકને દિવસ છે તેને અત્યારે જયંતિરૂપે જે ફેરવી નાખેલ છે તે માટે ખાસ વિચારવા જેવું છે.
કાગડે તથા માની જેમ ખરાબ વસ્તુ ઉપર જ દષ્ટિ નાખે. તેમ આજના લેખકોએ ભગવંતની ત્યાગદષ્ટિ ઉપર તે બિલકુલ નજર ન નાખતાં મનકલ્પિત વાતે ભગવાનના નામે જયંતિની સભાઓમાં બાફે રાખે છે. એ ખરેખર શોચનીય છે.
નયસારના ભવમાં પરમાત્મા મહાવીર પ્રભુએ સમક્તિ પ્રાપ્ત