________________
પુસ્તક ૩-જુ નારા પંચના વાક્યમાં પરમેશ્વર ન રહે, પણ ઉપર જણાવેલ અહિંસા આદિ પાંચ જ્યાં હોય ત્યાં પરમેશ્વર હાય.”
આવું જણાવનાર–શીખવનાર પ્રભુ મહાવીર પરમાત્માના જન્મને આજે કલ્યાણકરૂપે ઉજવવાનું છે. પંચ ત્યાં પરમેશ્વર અને બીજો અર્થ
પંચ ત્યાં પરમેશ્વર” એ વાક્યને બીજો અર્થ એ પણ ઘટી શકે-કે પાંચ પરમેષ્ઠી જ્યાં હોય ત્યાં ભગવાન ઘટે, પંચ પર મેષ્ઠીઓના સ્વરૂપની વિચારણ-આચારમાં પરમેશ્વરને વાસ હોય છે.”
આવા સર્વોત્કૃષ્ટ પંચ પરમેષ્ઠીના સ્વરૂપને જણાવનાર મહાપુરૂષ આપણા માટે પરમેપકારી શ્રી મહાવીર મહારાજા છે, તેથી તેમને જન્મ દિવસ સર્વોત્કૃષ્ટ કલ્યાણકર માની ઉજવીએ છીએ. જન્મ કર્યજનિત છે ! છતાં પવિત્ર કેમ? પ્રશ્ન-જન્મ તો કર્મજનિત છે તેને તમે પવિત્ર કેમ માને છે ? ઉત્તર-કાંટો કાઢવા માટે સોય ખુંચે તે પણ-ઉપગાર ગણાય !
શાથી? તે કે કાંટે કાઢે ને પગ બચાવે માટે, તેમ જન્મ ખરાબ ચીજ છે. સંસાર અશુચિમય છે, છતાં કર્મરૂપ કાંટાને કાઢવારૂપ ભગવાનને જન્મ લેવાથી તે જન્મ વખાણવામાં આવે છે.
વળી ભગવાનને જન્મ તે કાંઈ સંસારમાં રખડાને જન્મ ન સમજવો. જેઓએ પૂર્વભવમાં કાંઈ પણ સુકૃત કર્યું નથી. તેવાઓને જન્મ તે જગતના જેવો જ છે. પણ જે ભગવંતે અનેક ભવથી કર્મથી જાતને અને વિશ્વને બચાવવા આરાધનાની ઢાલ ધરેલી છે. તેવા પુરૂષને જન્મ હોવાથી ઉત્તમોત્તમ-જન્મ-માને છે. ધર્મ ઢાલ સમાન છે
ધર્મની આરાધના તે કર્મ સત્તાના આક્રમણની આગળ ઢાલ રૂપ છે. પણ તેના માટે છે કે તે કમને દુશમનરૂપે સમજે તથા તેને કંટક રૂપ માને તેને માટે ઢાલરૂપ છે.