________________
પુસ્તક ૩–જુ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ અને પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જેવા ધુરંધર મહાપુરૂષોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે, છતાં પિતાના મગજમાં ન બેસે તેટલા માત્રથી આવી વાતને કલ્પિત કહેવા તૈયાર થનારા આવા લેખકે ખરેખર દયાને પાત્ર છે. પ્રભુશાસનમાં તે આવા લેખકની કેડીની કિંમત નથી. શ્રી તીર્થકર પ્રભુની વિશિષ્ટતા
શ્રી તીર્થંકર પ્રભુની શક્તિ અનંત છે, તે વાતમાં કઈપણ જાતની શંકા કરનારે દુર્ભવ્ય છે. સાંસારિક શક્તિ અંગે વિચારીએ તે પણ ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ અને છ ખંડના અધિપતિ ચક્રવર્તી કરતાં શ્રી તીર્થંકર પ્રભુનું અનંત બળ સ્વતઃ સિદ્ધ થાય છે.
વળી ચક્રવર્તી–બળદેવે તે જડ જીવનવાળા છે જ્યારે તીર્થકર પ્રભુ તે જીવનું સાચું જીવન જીવનારા અને સંસારના પ્રાણીઓને તે જીવનની કુંચી બતાવનારા છે, એટલે સર્વ જી કરતાં વધુ અનંત શક્તિવાળ હોય, એમાં નવાઈ શી?
આથી જ શ્રી તીર્થંકર પ્રભુનું જીવન ચક્રવર્તી કે વાસુદેવ કરતાં વધુ પૂજ્ય-આદરણીય ગણ્યું છે.
ચક્રવર્તીએ-વાસુદેવે કે રાજા મહારાજાઓ દુનિયામાં ઘણા વૈભવશાલી ઐશ્વર્યસંપન્ન દેખાય છે, પણ શ્રી તીર્થંકર પરમાત્માનું ઐશ્વર્ય જીવજીવનના કારણે વિશિષ્ટ હોય છે, તેથી જ તે તારક ભગવંતને જન્મ પણ વિશિષ્ટ કલ્યાણુકર મનાય છે. પંચ ત્યાં પરમેશ્વર”નું રહસ્ય
વળી પ્રભુ મહાવીરની હિતકારિતા એ છે કે દુનિયામાં કોઈ પણ ચીજની માલીકી માટે પડેલ ઝઘડાનું નિરાકરણ કરવા પંચ-લવાદની મહત્તા હોય છે, અને કહેવાય પણ છે કે-પંચ ત્યાં પરમેશ્વર આ માટે એમ કહેવાય છે કે પાંચ માણસ બેલે તે પરમેશ્વરભગવાનનું વાકય” પણ ખરેખર તે જીવનું સાચું જીવન જ્યાં ન