________________
આગમત
લાખ રૂપીયા મળશે, છતાં આસામી સદ્ધર છે, એટલે લાખની રકમ ચોપડામાં દેખતી વખતે જે અને આનંદ-ભાલ્લાસ થાય તે આનંદ ઉઘરાણી, કેસ કે હુકમનામા વખતે હેતે નથી, હુકમનામું બજાવતી વખતે ભલે આનંદ હાય! પણ રકમ ચેપડામાં જે તે વખતના આનંદની તુલનાએ કેઈ આનંદ ન આવે !!!
આવા વિશિષ્ટ આનંદના બીજમાંથી ઉલ્લસિત થતી મનવૃત્તિના કારણે જ સમકિતી જ રાજા મહારાજા, વાસુદેવ, ચક્રવતિ યાવત દેવે અને ઇદ્રો આ બધાને મહાદુઃખી માને.
નારકને દુઃખરૂપ મિથ્યાત્વી પણ માને, વાગે ને લેહી નીકળે તે ચિતરી મિથ્યાત્વને પણ ચઢે. દુઃખથી ગભરામણ સમ્યક્ત્વી કે મિથ્યાત્વીને બંનેને હોય, પણ દ્રવ્યદુઃખની જ ગભરામણ મિથ્યાત્નીને હય, જ્યારે સમ્યક્ત્વી તે ભાવ દુઃખની વિચારણા દ્વારા ગમે તેટલા સંસારના ઉત્કૃષ્ટ સુખના વાતાવરણમાં પણ અંતરથી નિર્વેદ ભાવ ટકાવી શકે. સમ્યકત્વી જીવ સંસારના સુખોથી લલચાય નહીં, તેના મનથી તે સંસારના સુખ-દુઃખ બને ત્રાસદાયક હાય.
જ્યારે મિથ્યાત્વી સંસારી દુઃખથી તે ગભરાય, પણ સંસારી સુખમાં તે લલચાઈને તે ફસાઈ જાય.
સમકિતી જીવ નારકી અને તિર્યને ગળતા કેઢવાળા અને મનુષ્ય અને દેવતાને ઢાંકેલા કેહવાળા માને. સરવાળે સંસારના સારા પદાર્થો પણ સરવાળે આત્માને ડૂબાવનારા જ છે એમ સમકિતીની દઢ માન્યતા હોય. આપણે ખરેખર છાતીએ હાથ મુકી આપણા અંતરના વિચારને તપાસવા જોઈએ કે
નારકી–તિર્યંચના દુઃખોથી જેવી ગભરામણ અનુભવાય છે, તેવી ગભરામણ દેવ-મનુષ્યના સુખની વાત સાંભળી થાય છે ખરી?”
આ જાતને નિર્વેદ હૈયામાં જાગે તે નકકી માનવું કે હૈયામાં સમ્યક્ત્વ ઝળકી રહ્યું છે.”
આ પુસ્તક શ્રી આગદ્ધારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી વસંત પ્રિન્ટીંગ પ્રેસ-ઘીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું.