________________
આગમત
જેમાં મન, વચન કે કાયાની પ્રવૃત્તિ ન હોય, છતાં કર્મબંધ શી રીતે? એ વાત અવિરતિના વર્ણન પ્રસંગે જણાવી ગયા.
આ રીતે ચેથા અધ્યયનમાં અવિરતિને ખાળવા માટે પચ્ચ.નું મહત્વ જણાવી ગયા. અને “જેને માત્ર પાપથી બચવા માટે પચ્ચ. કરવું જોઈએ.” એ ફળિતાથ જણાવ્યું. ભરત મહારાજાના દષ્ટાંતે દ્રવ્ય ચરિત્રનું મહત્વ - જુઓ આ વાતને પરમાર્થ વિચારીશું તે સ્પષ્ટ સમજાશે કે- ભરત મહારાજાએ આરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા પછી પણ સાધુવેષ શા માટે લીધે કેવળજ્ઞાન જેવા ઉત્કૃષ્ટ ગુણ મેળવ્યા છતાં સાધુવેષ લેવાની શી જરૂર? એ પ્રશ્ન અવિરતિને ટાળવા માટે પ.નું મહત્વ સમજવાની વાતને વિચારતાં સહેલાઈથી ઉકેલાઈ
જાય છે.
કેવળીને દ્રવ્ય ચારિત્રની શી જરૂર ?
અહીં એક મુદ્દાની ચીજ સમજવા જેવી છે કે કેવળજ્ઞાન થયા પછી સાધુવેષ-દ્રવ્યચારિત્ર ન લે! તે શું તેઓ ઘરમાં રહે? કારણ વિના કાર્ય થાય નહિ, એટલે ઘરમાં રહેવાનું શાના આધારે થાય છે? તે જે સમજાઈ જાય છે, કેવળી થયા પછી સાધુવેષ લેવાનું મહત્વ સમજાઈ જાય! ગૃહસ્થપણામાં રહેવું તે પાપને-અવિરતિને ઉદય ગણાય, પણ કેવળજ્ઞાન થયા પછી તે મેહનીય સર્વથા ક્ષીણ થવાથી અવરતિ–પાપને ઉદય સમૂળગે નષ્ટ થયે તે પછી કેવળી ઘરસંસારમાં રહે જ શી રીતે ? કે દ્રવ્ય ચરિત્ર ન લે એ બને જ કેમ?
જેને મેહ હોય તે જ ઘર-સંસારમાં આરંભ-પરિગ્રહમાં રહે, મેહને ક્ષય થયેથી કેવળી બન્યા પછી સંસારમાં રહેવાની શક્યતા શી રીતે ? -અવિરતિનું મહત્વ
શાસ્ત્રીય શૈલિએ વિચારીએ તે કર્મબંધના ચાર કારણે પૈકી