________________
આગમત વહી અને મુહપત્તિના પડિલેહણ આદિ સામાન્ય સામાચારીની જરૂર, તે રીતે સામાયિક, પૌષધ કે મહાવતે ઉચ્ચરવામાં અમુક વિધિ હોય છે, પણ વિરતિમાં આવ્યા પછી તેમાં ટકવા માટે “વઘુ રિકાજુ અને “ ઇ જશું” ના આદેશથી આચાર નિષ્ઠાની સુદઢ પાલના જણાવી છે.
શરીર પણ ગુરુની આજ્ઞામાં સમર્પિત કરી દઈ સ્વાભાવિક થનારી શ્વાસોચ્છવાસ અને આંખના પલકારા જેવી સામાન્ય (શારીરિક) ક્રિયાઓ માટે પણ અનુજ્ઞા–સંમતિ મેળવવા તત્પરતાની વાત કેટલી ઉચ્ચકેટિની આચાર નિષ્ઠા સૂચવે છે? અનાચારના ત્યાગ માટેની કેટલી તત્પરતા સૂચવે છે? આચાર નિષ્ઠાનું મહત્વ
આ રીતે જિનશાસનની મર્યાદા પ્રમાણે પચ્ચ. લેતાં પહેલાં આચારની જરૂર, પણ પચ્ચ. લીધા પછી તે અનાચારના ત્યાગની જરૂર, તે માટે આચારનિષ્ઠાની સુદઢ કેળવણી જરૂરી છે. અનાચારના ત્યાગ માટે જ્ઞાનાચારના ૮ આચારનું સ્વરૂપ
આચારની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિ અનાચારના સુદઢ ત્યાગથી થાય છે, જેમ કે જ્ઞાન સમ્યફ ક્યારે બને જ્યારે કે-જાણવાના આચાર સાથે અકાળે ન ભણવું, અવિનય કે અબહુમાનથી ન ભણવું, ઉપધાન-ગવહન વગર ન ભણવું, ભણાવનારને અપલાપ ન કરે, સૂત્ર, અર્થ તદુભયની વિરાધના ન કરવી–આ આઠ અનાચારનું વજન હેય તે.
એટલે અકાળે ભણવા આદિ આઠ અનાચારના પરિવાર સાથે જ્ઞાનાચાર સંકળાયેલ છે.
આ ઉપરથી આ અધ્યયનનું નામ “આચારકૃત” તેમજ અનાચારત” છે. એ બાબત કેઈ અસંગતિ નથી, એમ સ્પષ્ટ થાય છે.