________________
પુસ્તક ૨-જુ વ્યાકરણના નિયમ પ્રમાણે વિરેધી નામની પણ સંગતિ
અહીં “નામ તે એક જ હોય! બે નામ શી રીતે ?” એવી શંકા ન કરવી, કેમકે-વ્યાકરણ શાસ્ત્રને નિયમ છે કે “સા જ સંજ્ઞાસાવાહિતિ” અર્થાત્ એક સંજ્ઞા બીજી સંજ્ઞાને બાધ ન કરે, તેથી આચારકૃત નામ અનાચારદ્યુતનું વિરેાધી ન બને. કલ્પસૂત્રમાં પ્રભુ મહાવીરના વિવિધ નામે
વળી જુઓ ! શ્રી કલપસત્રમાં પતિતપાવન શાસનપતિ શ્રી મહાવીર પરમાત્માના કેટલા નામ જણાવ્યા છે?
માતા-પિતાએ સ્થાપેલ નામ વર્ધમાન, દેવેએ સ્થાપેલ નામ મહાવીર, વિદેહવાસીઓએ આપેલ વિદેહી, મગધવાસીઓએ આપેલ જ્ઞાતપુત્ર, આ બધા નામે કંઈ પરસ્પર વિરોધી નથી.
એટલે આ (પાંચમા) અધ્યયનનું નામ આચારશ્રુત અને અનાચારશ્રુત પરસ્પર વિરોધી નથી. જિનશાસનની અદ્દભુત શૈલિ
કદાચ અહીં એમ શંકા થાય કે-“આ તે તમે મનફાવતી કલ્પના કરી વાતને ગોઠવી કાઢી ! પણ ખરેખર શું આમ હોઈ શકે? કે આ અધ્યયનનું નામ દેખીતા પરસ્પર વિરોધી શબ્દોવાળું હોય?” પણ વસ્તુસ્થિતિના વિચારની દૃષ્ટિએ વિવેક બુદ્ધિથી વિચારીએ તે સ્પષ્ટ સમજાય તેવું છે કે
જિનશાસનમાં કઈ પણ વસ્તુને મારી મચડીને બેસાડવાની પદ્ધતિ જ નથી. વસ્તુ વિષમ હોય કે આપણી સમજ શક્તિ ઓછી હેય તે વસ્તુને સમજવા માટે, કલ્પના ઉમેરી વસ્તુને સહેલી રીતે સમજવા કે સમજાવવાનો પ્રયત્નજિનશાસનની શિલિમાં હેતે જ નથી. મટુક શ્રાવકનું દષ્ટાંત
જુઓ ! ભગવતીસૂત્રમાં મહુ, શ્રાવકને અધિકાર આવે છેમદ્ધક શ્રાવક પ્રભુ મહાવીર પરમાત્માને સમેસર્યા જાણી