________________
પુસ્તક ૨-જુ
૪૧ તે કહેવી જ પડે અને સંતાન કેઈ નથી ત્યારે જ તે પિતે ખોળે આવ્યું છે એટલે વાંઝણી તરીકે નિર્દેશ પણ કરવું જરૂરી. આ રીતે “મારી મા વાંઝણી” આ વાક્ય દેખીતું વિસંગત લાગતું છતાં જેમ વિવક્ષાથી સંગત લાગે છે, તેમ આ અધ્યયનમાં આચાર અને અનાચાર બન્ને શબ્દો પરસ્પર વિરોધી છતાં એક જ ચીજના રૂપાંતરરૂપે એક બીજાના પૂરક બની રહે છે. વિવેક-બુદ્ધિથી વિધિનું સમાધાન
એટલે જ્ઞાનીઓના ચરણોમાં બેસી મેળવાતી વિવેક બુદ્ધિના આધારે “આચાર અને અનાચાર બનેના સ્વરૂપને જણાવનાર આ અધ્યયન છે” આ નિર્દેશમાં અસંગતિ જણાતી નથી. પચ્ચ પ્રાપ્તિ માટે આચાર પાલન પચ્ચ, રક્ષા માટે અનાચાર ત્યાગ
વ્યાખ્યાકાર શ્રી શીલાંકાચાર્ય મહારાજ આ અધ્યયનમાં આચાર અને અનાચાર બનેની વાત રજુ કરશે. કેમ કે પ.ની પ્રાપ્તિ માટે આચાર પાલનની જરૂર છે. અને પચ્ચ.ની સુરક્ષા માટે અનાચારના ત્યાગની જરૂર છે. પચ્ચ. લીધા પછી તેને ટકાવવા માટે ખૂબ જ કડકાઈ સાથે આચાર નિષ્ઠા કેળવવી જરૂરી છે, જેથી કે અનાચારનું ઉત્થાન જ ન થવા પામે, અને અવ્યવસ્થા ન થવા પામે. અનાચાર ત્યાગથી પચ્ચની જવાબદારી
જેમ કે લગ્ન પહેલાં પરણેતર સાથે જે રીતના વ્યવહારે હેય તે લગ્ન થયા પછી જુદી જાતના હોય, કેમકે-લગ્ન થયા પછી તેની જવાબદારી આવે છે. આ રીતે પડ્યુ. પછી પિલપલ ન ચાલે, અવ્યવસ્થિત વર્તને પણ ન ઘટે, અનાચારના ત્યાગની ખાસ જરૂર છે, તેમજ આચારનું કડક પાલન પણ જરૂરી છે. જહુવેસ્ટના આદેશનું રહસ્ય
જેમકે ચાલું કોઈપણ ધર્મક્રિયામાં વિરતિમાં આવવા માટે ઈરિયા