________________
૩૫
પુસ્તક ૨-જુ વધી શક્યા. છેવટે સંવત્સરિ મહાપવને દિવસ આવ્યો. - સંસારી મને જ જવાદવવંદનાથે આવ્યા, પૂછયું કે શું પચ્ચ. કર્યું છે આજે? શ્રીયક મુનિએ ખૂબ જ નિખાલસતાથી પિતાની અશક્તિ જાહેર કરવા સાથે નવ. પચ્ચ.ની વાત કરી. સાધ્વીજી મહારાજે પ્રેરણા કરી કે આજે તે પિરસી કરેઆજે તે પર્વાધિરાજની આરાધનાને અંતિમ દિવસ છે, બધા સાધુ ભગવંતને વંદના-ક્ષમાપના આદિ કરશો એટલામાં પિરસી આવી જશે.
શ્રીયક મુનિએ ઉચ્ચ આદર્શોને દષ્ટિ સમક્ષ રાખેલ હોઈ પિરસી કરી, ફરી સાધ્વીજી મહારાજે બારસાસૂત્ર સાંભળશે તે સાઢપિરસી આવી જશે એમ કહી સાઢ પિરસી કરાવી. ફરી ચિત્યપરિપાટીના બહાને પુરિમડુદ્ધ કરાવ્યું, ફરી પડિલેહણ આદિના હિસાબે અવરૃઢ કરાવ્યું, છેવટે આજે તે મોટું પ્રતિક્રમણ રા-૩ કલાકનું છે, રાત તે ઉંઘમાં પસાર થઈ જશે માટે હવે કરી લે ને ઉપવાસ!
આ રીતે શ્રીયક મુનિને ઉપવાસ થઈ ગયે, પણ રાત્રે તેમનું સુકેમળ શરીર, ઉપવાસની ચિત્રવિચિત્ર અકળામણ–વેદના–પીડાઓ ખમી ન શકયું અને કાળધર્મ પામ્યા. શ્રીયક મુનિની ઉચ્ચ વિચારધારા
પણ મરણ વખતે પણ આરાધક ભાવ ટકી રહ્યો કે “પ્રભુ શાસનની તપસ્યા માટે મેં પ્રથમથી શરીરને કેળવ્યું નહિ, ખરેખર મેં બહુ મોટી ભૂલ કરી, વિશિષ્ટ કર્મનિજરાના સાધનરૂપ આ તપધર્મની આરાધનાથી હું વંચિત રહ્યો! ત૫ મારા આત્મગુણેને વિકસાવવાનું અમેઘ સાધન છે. તેને યથાર્થ લાભ હું મેળવી ન શક્યો, આજે આ શરીરની કળવિકળ દશા પણ મારી પૂર્વ તૈયારી ન હવાને આભારી છે” આદિ આદિ અંતરંગ વિચારધારા તપધર્મની મર્યાદાને અનુકુળ રહી, પણ એવા વિચારમાં ન ફસ્યા કે “હાય! હું ક્યાંથી સાધ્વીજીના કહેવાથી ફસાઈ ગયે, મેં શરમે–ભરમે ઉપવાસ ક્યાં કર્યો?”