SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોત શ્રીયક મુનિની વિચારધારાને મર્મ શ્રીયક મુનિની ઉચ્ચ વિચારધારા અંતકાલે પણ વિકૃત ન થઈ એનું કારણ શું? તે પુણ્યાત્મા જિનશાસનના મર્મને ગુરૂગમથી પારખી શક્યા હતા કે-“આરાધના ભલે ઓછી થાય પણ આરાધનાનું લક્ષ્ય સદા જાગૃત રાખવા માટે ઉચ્ચ આદર્શો-ચઢતાનું આલંબન અને નિર્મળ વિચારધારા ટકાવી રાખવી જોઈએ.” માર્મિક વાત મુદ્દાની વાત એ કે-પગ્ન. લેનારે લીધા પછી તેને અખલિત બનવા માટે સંસ્કારોના તફાનથી ચિત્તની ચળવિચળ સ્થિતિએ પણ પુણ્યવાન આત્માઓની વિવિધ નિર્મળ આરાધનાઓનું આલે બન વિચારી પરિણામેની ધારા વ્યવસ્થિત રાખવી. ઉચ્ચ આદર્શોથી પચ્ચાની સાનુબંધતા તપ એ આત્માને ગુણ છે, તેને વિકસાવવા માટે એગ્ય પુરૂપાર્થની જરૂર છે, આત્મશક્તિઓ વ્યવસ્થિત પ્રયત્નથી ખીલે છે એટલે તપસ્યા કરનાર પચ્ચ. લીધા પછી ઉચ્ચ આદર્શો નજર સામે રાખે તે ખૂબ જ ચોક્કસ રીતે આગળ વધી શકે છે. વાસનાની વિષમતા ખાઉં-ખાઉંની વાસના આહાર-સંજ્ઞાના બળે અનાદિકાળથી આત્માને વળગેલી છે, તેની વિષમ અસર તળે તપને ગુણ અવ રાઈ ગયો છે, પણ એમ વિચારવાની જરૂર છે કે-અનંતકાળથી વિવિધ નિઓમાં અનેક ઉત્તમોત્તમ દ્રવ્યને ભોગ કરવા છતાં આહારની વાસના ઘટી નહીં. બીજા ભવની વાતે ક્યાં કરવી? આ ચાલુ જીદગીમાં પણ ત્રીશ, ચાલીશ, પચાશ, કે સાઠ વર્ષોથી રોજ બને વખત વિવિધ ભોજન દ્રવ્યો વાપરવા છતાં પણ ઉપવાસ કે આયંબિલનું પારણું આવે ત્યારે જાણે કદી આપણે ખાધું જ
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy