________________
આગમત આ ઉપરથી જણાય છે કે સામાયિક-પૌષધની ક્રિયા વિરતિરૂપ હે ઈ મહાવ્રતની જેમ દેવું વાળવાની જેમ જેનેએ માન્ય રાખી છે. આત્મસ્વરૂપની દષ્ટિએ પચ્ચાનું મહત્વ
જેનેએ આત્માને જ્ઞાનસ્વરૂપ માને છે, જેનેતર પણ આત્માને જ્ઞાનસ્વરૂપ માને છે પણ જેનેએ તે આત્માને જ્ઞાનસ્વરૂપ ઉપરાંત, સમ્યક્ત્વમય, વીતરાગ અને પચ્ચકખાણમય પણ માન્ય છે,
જ્ઞાનાવરણીય, દર્શનમેહનીય, અપ્રત્યાખ્યાન કષાય અને પ્રત્યાખ્યાનાવરણ કષાયના આવરણથી આત્માના સ્વરૂપ ભૂત જ્ઞાન, સમ્યક્ત્વ, વીતરાગતા અને વિરતિ ગુણે અવરાએલા છે.
તેથી સામાયિક, પૌષધ, બાર આણુવ્રત કે-પાંચ મહાવ્રતની આચરણમાં દેવું ચૂકવવા જેટલી તત્પરતા નિર્ભરપ્રવૃત્તિ અને વધુને વધુ તે માટે ઉમંગ જોઈએ.
પ.ની પ્રવૃત્તિમાં વધુ લક્ષ્ય
જેટલી જ્ઞાન, સમ્યક્ત્વ કે વીતરાગતા મેળવવા માટે કે વિરતિ માર્ગે ચાલવા માટેની તત્પરતા ઓછી તેટલી કમની તાબેદારી વધુ અને કમનું દેવું વધુ સંતાપશે,
તેથી સમજુ માણસ દેવામાંથી શક્ય પ્રયત્ન વહેલું છુટવા મથે તેમ કર્મોના આવરણતળે દબાયેલ આત્મગુણેને પ્રકટાવવા વિરતિપચ્ચકખાણના સ્વીકારમાં જરા પણ કસર કે બેદરકારી ન રાખે.
આ બધું ક્યારે બને કે જ્યારે મહાવતેને દેવું ચુકવવારૂપે પાળવાની વાત ધ્યાનમાં લેવાય ત્યારે!
આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જૈન શાસનમાં આત્માના મૌલિક ગુણસ્વરૂપ જ્ઞાન આદિના આવરણરૂપ કર્મોને ખસેડવા સતત પુરૂષાર્થનું મહત્વ સ્થાને, સ્થાને જણાવ્યું છે.