________________
પુસ્તક ૨-જુ જેનેતની દષ્ટિએ આત્મા અને જ્ઞાનને સંબંધ
જૈનેતરો આત્માને જ્ઞાનનું પાત્ર માને છે એટલે આત્મામાં જ્ઞાન રહે છે એમ માનીને આત્માની જ્ઞાનમયતા સ્વીકારતા નથી, એટલે પુરૂષાર્થની સાચી દિશા તેઓને મળવી મુશ્કેલ છે.
દાખલા તરીકે દાબડીમાં હીરે હોય તે હી અને દાબડી બે જુદી ચીજ થઈ તે આત્મામાં જ્ઞાન રહે તે આત્મા અને જ્ઞાન બે ચીજ જુદી થઈ એમ થવાથી આત્માને જ્ઞાન પ્રાપ્તિ માટે વ્યવસ્થિત પુરૂષાર્થની સૂઝ ન થાય.
જેને તે સેનામાં કસ, મોતીમાં પાણી, હીરામાં તેજની જેમ આત્મામાં જ્ઞાન માને છે, એટલે સેનાને કસ, મેતીનું પાણી, કે હીરાનું તેજ કંઈ બહારથી નથી આવતું, એનું, મોતી કે હીરામાં જ હોય છે, માત્ર પુરૂષાર્થ બળે તેનું પ્રકટીકરણ કરવાનું રહે છે.
આ રીતે આત્મામાં પણ જ્ઞાન આત્મસ્વભાવ રૂપે સદાકાળ અવસ્થિત છે જ! માત્ર પુરૂષાર્થ બળે આવરણ ખસેડીને જ્ઞાનની વિશાળ રાશિ અનુભૂતિગેચર થાય છે. જૈનેતરેએ આત્માને જ્ઞાનને આધાર માનીને ઘણું ગુમાવ્યું
જૈનેતરેએ ન્યાયની પરિભાષામાં આત્માને જ્ઞાનવાળે, જ્ઞાનાધિકરણ (જ્ઞાનને દાબડે ) આદિ શબ્દોથી વર્ણવ્યા છે.
જ્ઞાનમય કે જ્ઞાનસ્વરૂપ આત્માની વાત જૈનેતરના ખ્યાલ બહાર રહી છે, તેથી આત્માના બીજા સમ્યક્ત્વ, વિરતિ, પચ્ચકખાણ આદિ સ્વભાવરૂપ મૌલિક ગુણની વાત તેઓના ખ્યાલમાં આવે જ ક્યાંથી?
એટલે જ તેઓ પચ્ચ.ને દાનાદિની જેમ શુભકાર્ય તરીકે માને પણ કર્મોના આવરણને હલાવી આત્મ વિકાસ માટે જરૂરી ગુણ તરીકે શી રીતે માને ? તેથી જેનેતરને વ્રત-પચ્ચ. સાથે બહુ નિસ્બત નહીં, માત્ર “સારું કાર્ય છે” એમ કહી તેને મહત્વ બોલવા રૂપે આપે, બાકી સ્નાન–સૂતક નહીં!