________________
આગમત આ ઉપરથી નક્કી થાય છે કે “પચ્ચ. ન લે તે પાપી અને લઈને ભાંગે તે મહાપાપી” આ વાત શાસ્ત્ર માન્ય નથી કેમ કે સમ્યક્ત્વ વગરના છ કરતાં સમ્યક્ત્વ વમી ગયેલાનું મહત્ત્વ વધુ છે.
આ ઉપરથી “પચ્ચ. લઈને ભાગે તે મહાપાપી” એ વાતને આગળ કરી ભાગી જવાના ડરથી પચ્ચ. ન લેનારા જે ખરેખર મર્મને પામી શક્યા જ નથી. પચ્ચ. લેનારાનું મહાસૌભાગ્ય
સમ્યક્ત્વ વમી ગયેલા જીવો કરતાં પણ પચ્ચ.ને પામનારા છે વધુ વિશિષ્ટ કેટિના હોય છે, કેમ કે સમ્યકત્વ પછી પાપમ પૃથકત્વ (બે થી નવ પલ્યોપમ) જેટલી કર્મ સ્થિતિ ગયા પછી પચ્ચ.-વિરતિ આવે છે.
તેથી પચ્ચ. લેનારા તે મહા ભાગ્યશાળી છે, ધ્યાન એટલું જ રાખવાનું કે અનાદિના સંસ્કારેથી લીધેલ પચ્ચ.ની મર્યાદાઓનું -વ્યવસ્થિત પાલન કરવામાં આવતી મુશ્કેલીઓથી બચવા માટે અનાચારને ત્યાગ કે આચારનું વ્યવસ્થિત પાલન જરૂરી છે.
તે માટે જ ચેથા અધ્યયનમાં પચ્ચની વાત જણાવીને હવે તેની સુરક્ષિતતા માટે અનાચાર કે આચારનું સ્વરૂપ આ (પાંચમા) અધ્યયનમાં જણાવાય છે. પચ્ચ ભાંગે તે મહાપાપી” એ વાક્યથી જ પચ્ચાની
મહત્તા વળી વ્યવહારના ભાગીદારીના દષ્ટાંતથી પણ સ્પષ્ટ સમજાય છે કે “મારે કંઈ લેવા દેવા નથી કે હું આમાં જવાબદાર નહીં” એ જાતનું રાજીનામું કેણ આપી શકે? ભાગીદારીમાં જે હોય તે કે તટસ્થ ગમે તે માણસ બેલી શકે ખરું કે “મારે આમાં લેવાદેવા નથી...!
એટલે પચ્ચ. લઈને ભાંગે તે મહાપાપી” એ વાક્ય પચ્ચ.