SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આગમયાત ખિસ્સામાં પૈસા હોય તે, આ રીતે પચ્ચક્ખાણ જિનશાસનની મહત્ત્વ ભૂત ક્રિયા આજે પંચમ આરામાં પણ વ્યવસ્થિતપણે મેળવી શકાય, પણ કયારે ! જ્યારે કે તેને મેળવવા માટેની અધિકારિતા વિકસે ત્યારે. પ્રથમ એ જણાવી ગયા છે કે-પચ્ચ૦ ની ક્રિયા માટે એ ભાન થવું જરૂરી છે કે—સંવર અત્યંત જરૂરી છે, જો તે ન હેાય તે પચ્ચ૦ ની ક્રિયાનું મહત્ત્વ રહેતું નથી, પાપ એ આત્માના વિકાર છે એ નક્કી થવું જરૂરી છે, તે પાયા ઉપર પચ્ચ૦ ની ક્રિયા સવરપણે પરિણમે છે. આ જાતના સ્પષ્ટ ખ્યાલ થવા ઉપરાંત પચ્ચ૦ ની અધિકારિતાના નિર્દેશ આ ( પાંચમા ) અધ્યયનની શરૂઆતમાં સ્થિતસ્ય સતો મતિ” એ શબ્દોથી પ'ચાચારની વ્યવસ્થિત મર્યોદાનું પાલન કરનાર તરીકે જણાવેલ છે. પચ્ચ. ના અધિકારી કોણ ? ' सा वाचाव्यव અહીં ખાસ વિચારવાની વસ્તુ એ કે—પચ્ચક્ખાણના અધિકારી તરીકે પંચાચારનું પાલન કરનારાને ન જણાવતાં પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિત રહેનારાને જણાવેલ છે તેનું ખાસ કારણ છે કે-પંચા ચારની મર્યાદામાં રહેવા માત્રથી પચ્ચ૦ ની મર્યાદાઓ પ્રાપ્ત નથી થતી, પણ વિવેકબુદ્ધિ પૂર્ણાંક ગુરૂનિશ્રાએ પંચાચારની મર્યાદામાં રહેવાના વ્યવસ્થિત પ્રયત્નથી પચ્ચની અધિકારિતા આવે છે. પંચાચારનું વ્યવસ્થિત પાલન જરૂરી કેમ કેમ્પ રહેવું એ પ્રકારે:- બિનજવાબદારીથી જેમ તેમ રહેવું અને વ્યવસ્થિત મર્યાદાના પાલનપૂર્ણાંક રહેવું, જેમકે-વ્યવહારમાં લગ્નાદિ પ્રસંગે આખી જ્ઞાતિની સ્ત્રીઓ ઘરે આવે પણ એટલા માત્રથી આવનારી બધી સ્ત્રીએ આપણી વહુએ મનતી નથી, પણ જે જ્ઞાતિ સમાજના રીતિરવાજ મુજબ વ્યવસ્થિત લગ્નાદિની મર્યાદા પૂર્ણાંક ઘરે આવે તે વહુ તરીકે થાય છે. આ રીતે પાતાની જવાબદારી કે આત્માના વિકારરૂપ આશ્રવને દૂર કરવાના લક્ષ્યથી પંચાચારનું પાલન કરાય તે ખરેખર પચ્ચ૦ ની ક્રિયાની અધિકારિતાનું કારણ બને છે.
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy