________________
આગમત
ભાઈ! દષ્ટિરાગ મહા અધમ દેષ છે! તેથી શબ્દની કે સંપ્રદાયવાદની માથાકૂટ શી કરે છે કે “બસ ! અમારું સાચું ! બીજા મિથ્યાત્વી! આપણે તે બધા ધર્મ સરખા! બધામાં હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહ પાંચને પાપ તરીકે માની તેને ત્યાગ કરવાનું કહ્યું છે ને ! બસ! પછી “જૈનધર્મ જ સારે બીજા મિથ્યાત્વી!' એવું દષ્ટિરાગી વલણ શા માટે ? એ તે દષ્ટિસંહ નામના દેષની અસર થઈ કહેવાય.”
આના ખુલાસા તરીકે જ્ઞાનીઓ એમ ફરમાવે છે કે-“વાત સાચી ! જેનેને કદી દષ્ટિરાગ કે દષ્ટિસમેહ હેતે જ નથી, કેમકે સ્યાદ્વાદદષ્ટિથી વિવિધ નય, ગમ અને ભંગથી પ્રમાણભૂત તત્વની વિચારણા ગુરૂગમથી કરવાની શૈલી જેમાં ગળથુથીથી જ હોય છે, પણ ખરી વાત એ છે કે દષ્ટિસંહ કે દષ્ટિરાગના સ્વરૂપને ઓળખવાની જરૂર છે! સ્વરૂપને ભેદ ન હેય વસ્તુનું મૌલિક સ્વરૂપ વ્યવસ્થિત રીતે જળવાતું હોય અને માત્ર શબ્દને ફરક હોય તે સ્થળે અજ્ઞાનવશ કેક આગ્રહ રાખે કે બસ! શબ્દને ફેર છે માટે એ સાચું નહીં-આનું નામ દૃષ્ટિરાગ કે દૃષ્ટિસહ! પ્રસ્તુતમાં શબ્દભેદ નહીં પણ સ્વરૂપભેદ છે
દરેક ધર્મવાળા હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહને અનિષ્ટ માને છે, અને જેને જેને મહાવ્રત કહે છે તે ચીજને અન્ય દર્શનીએ નિયમ, કુશળધર્મ, શિક્ષા વગેરે નામથી માનતા દેખાય છે, પણ જેને ના મહાવતે અને અન્ય દર્શનીએાના નિયમ, કુશળ ધર્મ કે શિક્ષા આદિમાં માત્ર શબ્દને ફરક નથી, પણ સ્વરૂપને બહુ મટે તફાવત છે.
સ્વરૂપભેદ ન હોય તે શબ્દભેદથી ભડકવું એ વ્યાજબી નથી. પણ હકીકતમાં તેમ નથી-જૂઓ! જેને મહાવતેને કયા સ્વરૂપે માને છે અને અન્ય દર્શનીએ નિયમ, કુશળધર્મ, શિક્ષા આદિ કયા સ્વરૂપે માને છે?