________________
પુસ્તક રજુ વિષ્ટાથી એટલે સ્વતઃ અનિષ્ટ ભાસે એમાં નવાઈ નહીં ! પણ દષ્ટિરાગ તે દેખીતે શુભ અને ધર્મની આરાધના અને શાસ્ત્ર વાક્ય રૂપ અમૃતથી તેનું સિંચન થાય એટલે ભલભલા જ્ઞાનીઓ પણ તેની અસારતા કે હેયના સમજી ન શકે એ બનવા જોગ છે.
આ કારણે જ જ્ઞાનીઓએ “giારતું પીવા”શબ્દોથી દષ્ટિરાગને મહાભયંકર દેષ રૂપે વર્ણવ્યું છે. દષ્ટિરાગનાં તેફાને - આજના કઈ પણ સંપ્રદાય કે મતવાળાને ધમરાગથી કે હિતબુદ્ધિથી શાસ્ત્રોના પાઠે ટાંકીને સમજાવવાનો પ્રયત્ન કરીએ તે સમજવાના બદલે સામેથી એવા એવા કુતર્કના પથરા ગબડાવે કે
શીંગડે ખાંડ પૂંછડે બાંડે એને પકડ શી રીતે? કદાગ્રહના કારણે વ્હેમાથા વિનાના કુતર્કોથી ઉલટું આપણને ગભરાવી મૂકે ! આ બધા તેફાન દષ્ટિરાગના છે !
કામરાગ અને નેહરાગનું નિવારણ શક્ય, કેમકે તેઓ ખરેખર ઉંઘમાં છે, એગ્ય પ્રયત્નથી તે જાગી શકે-કામરાગનેહરાગની ઉત્પત્તિ ઉકરડામાંથી, તેથી સીધી-સાદી રીતિએ તેની અનિષ્ટતા સમજાવવી સહેલી છે, પણ દષ્ટિરાગ તે ધર્મ કે શાસ્ત્રોના વાક્ય સિવાય ઉપજે નહીં, તેથી અમૃતમાંથી તેની ઉત્પત્તિ છતાં તે અમૃતેની અસર દષ્ટિરાગમાં સીધી (જીવાડવાની) થવાને બદલે ઉંધી (મારવાની) અસર રૂપે અનુભવાય છે, તેથી દષ્ટિરાગ આધ્યાત્મિક સાધનામાં મહાભયંકર પ્રતિબંધક દેષ છે. તેથી જ તે “દુર સતામf” શબ્દોથી મોટા મોટા પુરૂષે માટે પણ દુષ્પતિકાય જણાવાય છે. તત્વનિષ્ઠામાં દષ્ટિરાગ નથી
હવે અહીં એક બીજી વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે-દષ્ટિરાગની અધમતા સૂચવનારા “ગુપતતુ .” લેકના રહસ્યને નહીં સમજનારા કેટલાક એમ કહે છે કે