________________
આગમત કેમ કે દષ્ઠિરાગીને ધર્મના શાસ્ત્રો, વચને, દ્રષ્ટાન્ત, અને હિત કર સૂચને પણ ઝેર જેવા લાગે અને તેના પ્રતિ અવજ્ઞાને ભાવ સદા જાગૃત થાય તે સ્થિતિમાં પરિસ્થિતિ ગંભીર થઈ જાય છે. કુમતને દુરાગ્રહ
જૂઓ ને ! દિગંબરે, હુંઢીયા, તેરાપંથી વગેરે વર્તમાનકાળના સંપ્રદાયે પિતાના કક્કાને ખરે કરવા ક્યા શાસ્ત્રવાક્યને કે દુરૂપગ કરે છે- તેઓ કહે છે કે
“सिझंति घरणरहिम, दंसणरहिआ ण सिमंति"
ચારિત્ર વગર મેક્ષે જવાય પણ દર્શન=સમ્યક્ત્વ વિના મે ન જવાય–પણ! સમ્યક્ત્વ એટલે હું કહું તે !” આવી કદાગ્રહ ભરી વાતને જન્માવનાર દષ્ટિરાગ છે.
જુઓ તે ખરા! બલિહારી આ દષ્ટિ રાગની ! હુંઢીઆઓમાં એકબીજા સંઘાડાના નાયકના નામે સમ્યકત્વની છાપ મળે છે, ચેમિલજી-ગમલજીના નામે સમકિતના પડીકાની લ્હાણ દષ્ટિશગને આભારી છે! આમાં નવીનતા એ છે કે આ બધું તૂત શાસ્ત્રોના વાક્યને આગળ કરી ચાલે છે !!! - દષ્ટિરાગના પ્રતાપે ચારિત્ર વિના મોક્ષે જવાય પણ સમ્યક્ત્વ વિના મોક્ષે ન જવાય” આ શાસ્ત્રવાક્ય રૂપ નિર્મળ ગંગાના પ્રવાહમાંથી પણ “મારું કહ્યું માને તે જ તમારું સમ્યક્ત્વ” આવું હળાહળ ઝેર પ્રગટયું, એટલે દષ્ટિરાગ ખૂબ જ અનિષ્ટ અને ભયંકર છે. દષ્ટિરાગ ભયંકર કેમ? - કામરાગ અને નેહરાગની ઉત્પત્તિ, પિષણ અને વૃદ્ધિ સંસારી પદાર્થોના આધારે છે, પણ દષ્ટિરાગની ઉત્પત્તિ, સ્થિતિ અને પિષણ ધર્મના નામે થાય છે, અર્થાત કામરાગ-નેહરાગ સ્વયં સ્વરૂપથી અશુભ અને તેની ઉત્પત્તિ, સ્થિતિ, પિષણ સંસારના પદાર્થોરૂપી