________________
પુસ્તક ૨-જું
“વામા-નાળા-વીષા નિવાળા
दृष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामपि ॥" અર્થાત–“કામરાગ અને નેહરાગ જરા વિશિષ્ટ પ્રયત્નથી નિવારી શકાય, પણ દષ્ટિરાગ તે અત્યંત ખરાબ કે જે સજજનેને પણ દુરૂછેદ્ય બને છે.” કામ-સ્નેહરાગનું સ્વરૂપ
સામાન્યથી રાગ તે બધાય (કામ, સ્નેહ કે દષ્ટિ) ખરાબ અને આત્માને અનર્થમાં સપડાવનાર છે, પણ કામરાગ અને નેહરાગ તે અમુક સંગોમાં તે તે પ્રતિબંધ ન હોય તે ઉપજે, સંગે પલટાતાં ખલાસ પણ થઈ જાય, તેમજ જન્મથી જ કામરાગનેહરાગ ઉપજતા નથી, અને જન્મના છેડા સુધી કંઈ એક સરખા ટકતા નથી, વચગાળામાં જ ચોમાસાના અળસીયાની પેઠે તે તે સંગને પામીને ઉપજે છે અને અમુક સમય સુધી ટકે છે. આથી કામરાગ કે નેહરાગ સહેલાઈથી નિવારી શકાય છે. વિવેક બુદ્ધિનું મહત્વ
અહીં પ્રાસંગિક ચોમાસાના અળસીયાની વાત ઉપરથી મુદ્દાની એક વાત સમજવા જેવી છે કે –
ચોમાસું બેસે, વરસાદ પડે કે અળસીયાના ટેળા ઉપજે અને ચોમાસું ઉતરે બધા ગાયબ થાય, તે રીતે પ્રભુ મહાવીર મહારાજાના શાસનમાં કાળની વિષમતાના કારણે કુમત રૂપ અળસીયા ઘણું ઉપજે, અને આરાધનાના નબળા પુણ્યવાળા અને પાંચમા આરામાં આવા કુમતે ઘણું મુંઝવે, પણ જ્ઞાનીઓના પડખાં સેવનાર પુણ્યાત્મા પિતાની વિવેકબુદ્ધિ જાગૃત રાખવાના પરિણામે યથાર્થ તત્વની પ્રતીતિ ટકાવી રાખે છે અને એમ સમજે છે કે- “આ બધા તે ચેમાસાના અળસીયાની પેઠે ક્ષણજીવી અને તુચ્છ છે, આમાં મુંઝાવું નહીં!”
આપણે વિચારવાને મુદ્દો એ કે- કામરાગ ટાળે સહેલું છે,