________________
આગમત છે, આપણે મહાવ્રત આદિ શબ્દથી માનીએ છીએ તે બીજા ધર્મ વાળાએ વ્રત, નિયમ, શિક્ષા આદિ પદથી હિંસા આદિના ત્યાગની વાત માન્ય રાખે છે.
ફક્ત ફેર હોય તે માત્ર શબ્દને જ છે. અને શબ્દ ફેરના કારણે ઝઘડવું કે વસ્તુનું રૂપાંતર માનવું વ્યાજબી નથી.” શબ્દ ફેરની અનુપગિતાનું રહસ્ય
અહીં એક ખાસ મહત્વની વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે
સ્વરૂપમાં ફરક ન હોય અને તે તે શબ્દને જ માત્ર ફેર હોય તે વસ્તુ રૂપાંતરિત નથી થતી એમ માનીને ઝઘડે કે અમુક બાબતને આગ્રહ વ્યાજબી નહીં એ બરાબર છે.
કેમકે પ્રથમ આ બાબત સૂચવી ગયા છે કે “ગુજરાતુ જ વસ્તુસ્વરૂપના નિર્ણયમાં દષ્ટિસમેહ નામને દેષ ખૂબ જ અનિષ્ટ છે, કેમ કે–તેનાથી સ્વરૂપને ભેદ ન છતાં માત્ર શબ્દના ફેરથી મુંઝાઈને બુદ્ધિમાં વિગ્રહ ઉભો થઈ કદાગ્રહ અને ઝઘડાનું સ્વરૂપ ઉભું થાય છે, મધ્યસ્થતાને વિકૃત બનાવનાર દષ્ટિરાગ
પણુ–
શબ્દ ફેરની પાછળ અજ્ઞાન કે પક્ષપાતનું તત્વ ઉગ્ર રહેવાથી થતા સ્વરૂપના પલટાને પણ નજર બહાર રાખી માત્ર શબ્દ ફેરને મહત્ત્વ આપી પિતાને કક્કે ખરે કરાવનાર દષ્ટિરાગ તે મહાભયંકર છે, જેનાથી કે સ્વરૂપ-વિચારની પણ અવગણના કરીને શબ્દફેરને વધુ મહત્વ ન આપવાની વાતની રજુઆત કરી ઘણીવાર ભલભલા વિદ્વાને પણ મધ્યસ્થપણને સ્વાંગ સજી તત્વવિચારમાં ભૂલ–થાપ ખાઈ બેસે છે.
તેથી જ જ્ઞાનીઓએ દષ્ટિરાગને સઘળા દેશે કરતાં વધુ અનિષ્ટ જણાવે છે. કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી એ વીતરાગસ્તવમાં જણાવ્યું છે કે