________________
* -
આગમૌદ્ધારક @ી
ને
(વિ. સં. ૨૦૦૦ શ્રા. સુ. ૫ મંગળથી વિ. સં. ૨૦૦૧ પિષ સુદ ૧૪ સુધી શ્રી ગેડીઝ જૈન ઉપાશ્રય (પાયધૂની-મુંબઈ)માં આગમદિવાકર બહુશ્રુત ધ્યાનસ્થ સ્વ. પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાએ શ્રી સવકૃતાંગ સૂત્રના પાંચમા અધ્યયન ઉપર ખૂબ જ ઝીણવટથી માર્મિક વ્યાખ્યાને આપેલ, જેનું કે અવતરણ વિદ્વદ્વર્ય સ્વ. બાલમુનિ શ્રી મહેન્દ્ર સાગરજી મના શિષ્યરત્ન ગણિવર્ય પૂ. મુનિરાજ શ્રી સોભાગ્યસાગરજી મ. પિતાની ઝડપી કલમથી કરેલ, તેઓશ્રીએ કૃતભક્તિથી પ્રેરાઈને પ્રકાશિત કરવા માટે આ વ્યાખ્યાને આપ્યા છે, તે બધા વ્યવસ્થિત સુવાચ્ય બનાવી આગમતત્વ જિજ્ઞાસુ ચતુર્વિધ શ્રીસંઘના લાભાર્થે રજુ કરવામાં આવે છે.
આમાં પૂ. આગમે. શ્રીના આશયવિરૂદ્ધ કદાચ કંઈ છવસ્થતા આદિથી થયું હોય તેની સકલ સંઘ સમક્ષ ક્ષમા પ્રાર્થનામાં આવે છે.) nzozeznancevosezerencsson છે ; શ્રી સૂત્રકૃતાંગસૂત્રનાં વ્યાખ્યાન ન
(અધ્યયન પાંચમું)
{ વ્યાખ્યાન-૬
ઉપક્રમ
વ્યાખ્યાકાર આચાર્ય ભગવાન શ્રી શીલાંકાચાર્ય મહારાજ ભવ્ય જેના માટે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના પાંચમા અધ્યયનની વ્યાખ્યા કરતાં આગળ સૂચવી ગયા કે—
પચ્ચખાણની ક્રિયા દરેક આસ્તિક મત વાળાઓને માન્ય