________________
આગમત
જ્ઞાનપંચકના સ્થાપનાનંદીપણને મર્મ
આ ઉપરથી જેઓ સદ્દભાવ અને અસદ્દભાવ શબ્દો દેખીને સદ્દભાવને અર્થ સાચે અને અસદ્દભાવને અર્થ જૂઠે એમ કરતા હોય તેઓએ પિતાને ભ્રમ છેડી દેવાની જરૂર છે, કેમ કે અહીં તે સ્થાપ્યના આકારને સદ્ભાવ અને અસદુભાવ લઈને જ સર્ભાવ અને અસદ્દભાવ શબ્દો વાપરેલા છે, એટલે “સ્થાપ્યના આકારના સદૂભાવવાળી સ્થાપના તે સદૂભાવસ્થાપના, અને
સ્થાના આકારના અસદૂભાવવાળી સ્થાપનાને અસ૬ભાવ સ્થાપના” ગણાય છે.
ઉપરની હકીકત વિચારતાં સહેલાઈથી સમજાશે કે સદ્દભાવ સ્થાપનાપણું અને અસદ્ભાવસ્થાપનાપણું છે ખરું! પણ સ્થાપ્યને આકાર હોય તે તેની સ્થાપનાને સદૂભાવ સ્થાપના કહેવી, અને સ્થાને આકાર ન હોય તે તેની સ્થાપનાને અસદ્દભાવ સ્થાપના કહેવી, એવું નથી, એટલે જ્ઞાનપંચકરૂપ નંદી પિતે આકાર રહિત હોવાથી તેની કેઈ પણ સ્થાપના તે અસદ્દભાવ સ્થાપના કહેવાય, અર્થાત્ તેની સદ્ભાવ કથા૫ના હેઈ શકે નહિ એમ માનવું વ્યાજબી નથી. પરંતુ તે જ્ઞાન પંચક આદિ ગુણરૂપ છતાં ગુણીથી તે કથંચિત્ અભિન્ન હઈ જ્ઞાનપંચકથી અભિન્ન એ સાધુ આદિને આત્મા પણ શરીરથી કથંચિત અભિન્ન છે, માટે તે સાધુ આદિના શરીરને જે આકાર છે તે જ વાસ્તવિક રીતે જ્ઞાનપંચકને આકાર જ છે. અને તેને આકાર પ્રમાણે આકારવાળી જે સ્થાપના કરવામાં આવે તે સદુભાવ સ્થાપના જ કહેવાય, કેઈ પણ પ્રકારે તે સાધુ આદિના આકારવાળી સ્થાપનાને અસદ્દભાવ સ્થાપના કહી શકાય જ નહિ. અક્ષમાં કરાતી સ્થાપનાનું રહસ્ય
સ્થાપના નદીમાં અસદુભાવવાળી સ્થાપના તે ત્યારે જ કહી શકાય કે જ્યારે સ્થાપના તરીકે સ્થપાતી ચીજમાં જ્ઞાનપંચકવાળા સાધુ આદિને કઈ પણ પ્રકારે આકાર ન છતાં તેને નંદી તરીકે