________________
પુસ્તક ૧-લું કરવી ને તેને જ સ્થાપનાનંદિ માનવી એ જ વધુ સંગત છે.
એમ ન કહેવું કે જ્ઞાનપંચકની સ્થાપના કરવાને અંગે કરેલી જ્ઞાનપંચકવાળા સાધુની સ્થાપના સ્થાપના સાધુ કહેવાય કે સ્થાપના નંદી કહેવાય? કેમ કે સ્થાપના કરતાં ભાવસાધુ અને ભાવનંદીમાં કેઈ પણ પ્રકારે, ભેદ નથી. જેમ સ્થાપનાકેવળજ્ઞાન અને સ્થાપના કેવળદર્શનને અંગે બંને ગુણરૂપ ભાવ જુદા છતાં પણ તે બંને ગુણ અવિરોધી હોવાને લીધે તે બંને કેવળજ્ઞાન અને કેવળદર્શનનું સ્થાપન એક જ કેવળીના જીવથી સંબંધિત શરીર દ્વારાએ કરાય છે તેવી રીતે અહીં પણ સાધુપણું અને જ્ઞાનપંચક પરસ્પર વિરોધી નહિ હોવાથી જ્ઞાનપંચકવાળા સાધુની સ્થાપનાને જેમ સ્થાપના સાધુ કહેવાય તેમ સ્થાપનાનંદી પણ કહી શકાય, અને તેથી જ ભાવનંદી રૂપ જ્ઞાનપંચકવાળા સાધુ આદિની
સ્થાપનાને જ શાસ્ત્રકારે સ્થાપનાનંદી કહે છે. સદ્ભાવ–અસદ્દભાવ સ્થાપનાની સાચી વ્યાખ્યા
કદાચ એમ કહેવામાં આવે કે જ્યારે સ્થાપનાના સદ્ભાવ સ્થાપના અને અભાવ સ્થાપના એવા બે ભેદ જણાવી આકારસહિતપણું અને આકારરહિતપણું જણાવે છે. તે પછી આ સ્થાપનાનંદીને આકારરહિતપણુરૂપ અસદુભાવ સ્થાપના તરીકે કેમ ન માની શકાય ?
આ શંકાના સામાધાનમાં જણાવવાનું કે સદ્ભાવસ્થાપના અને અસદ્દભાવ સ્થાપનામાં જણાવેલ આકારને સદ્દભાવ અને અસદુભાવ સ્થાપનાના સ્વરૂપની અપેક્ષાએ છે. એટલે કે “ સ્થાને આકાર જે સ્થાપનામાં હોય તે તે સદ્દભાવ સ્થાપના કહેવાય.” અને “જે સ્થાપનામાં સ્થાપ્ય વસ્તુનો આકાર ન હોય છતાં સ્થાપ્યની સ્થાપના કરાય તે તે અસદ્દભાવ સ્થાપના કહેવાય છે.” અર્થાત્ સ્થાપ્યને આકાર સ્થાપનામાં હોય તેથી સદ્દભાવ અને તેમાં તેને આકાર ન હોય તેથી અસદુભાવ–સ્થાપનાપણું છે.