________________
આગમત એવી રીતે પરમેશ્વરની પૂજામાં પણ જયણના વિશદ લક્ષ્ય પૂર્વક કરાતી પ્રવૃત્તિઓથી થતી હિંસા ભવાંતરે ભેગવવું પડે એવું અલ્પ પણ પાપ ન બંધાય પણ અનુપગ અને અજયણાવાળી પૂજા કરવામાં આવે તે પૂજા ભવાંતરે ભેગવવું પડે તેવું અલ્પ પાપ મને ઘણુ નિ જરાવાળી થાય એમ કહી શકાય.
જે આવું ન માનીએ તે જેમ અશુદ્ધ આહાર આદિક દેવાને ઉપદેશ સાધુઓથી શ્રાવકેને મુખ્ય વિધિએ આપી શકાતું નથી, તેવી રીતે આ પૂજાને ઉપદેશ પણ વિદિત પૂજામાં અલ્પપાપ અને બહુ નિર્જરા હોય તે આપી શકાય જ નહિ.
વળી વિદિત પૂજામાં અલ્પપાપ બહુનિજર માનીએ તે દ્વિવિધ વિવિધપણે કે વિવિધ વિવિધપણે સાવઘથી વિરમેલા સામાયિક પૌષધવાળા શ્રાવક કે સાધુ અલ્પપાપ-બહુનિરાના ફળવાળી પૂજા નિમિત્તે કાઉસગ્ગ કરી શકે નહિં, અને તેઓને તે કાઉસગ્ન કરવાનું વિધાન તે સ્થાને સ્થાન પર સૂત્રકારોએ જણાવેલું છે.
તેથી સિદ્ધ થાય છે કે વિહિત પૂજામાં ભવાંતરે વેદાય તેવું અલ્પપાપ બંધાય છે એમ માની શકાય જ નહિ.
ગ્લાનની પ્રતિસેવા પછી લેવાતું પંચકલ્યાણકનું પ્રાયશ્ચિત્ત પણ અજયણું કે અનુપગજન્ય અશુદ્ધિને અંગે જ ગણી શકાય. શુદ્ધ આહાર આદિકથી કરેલી ગ્લાનની પરિચર્યામાં ગમન આગમન આદિ કે નદી ઉતરવા આદિ કે અકાલ પર્યટણ આદિ કરવામાં આવે તે તેનું પંચકલ્યાણક વિગેરે પ્રાયશ્ચિત્ત હોઈ શકે નહિ, અને ભગવાન-મહાવીર મહારાજાને લેહીખંડે મટાડવા રેવતીને ઘેરથી પાક-લાવનાર સિંહ અણગારને કેઈ પણ જાતનું પ્રાયશ્ચિત્ત કરવું પડયું નથી.
આ બધી હકીકતથી સ્પષ્ટ થશે કે શુદ્ધ પૂજામાં જયણુંપૂર્વક કરાતી પ્રવૃત્તિઓમાં હિંસા છતાં પણ ભવાંતરે વેદાય તેવું અલપાપ બંધાતું નથી, પણ એકાંત નિરા થાય છે.