________________
૨૭
પુસ્તક ૧-લું સ્વરૂપહિંસા સાવઘ કે નિરવઘર ને યથાર્થ ખુલાસે
ઉપર જણાવેલું સમાધાન “સ્વરૂપહિંસાથી થતા અલ્પ કર્મબંધને પણ નહિ ગણુને કરવામાં આવેલું છે, પણ જે “સ્વરૂપહિંસાથી ક્રિયાકાલ કે ફલાલ બંનેમાંથી એકમાં પણ અલ્પ પણ પાપબંધ માનવામાં આવે તે સાધુઓને પૂજાની અકર્તવ્યતા સ્વાભાવિક રીતે સિદ્ધ થાય.
કેટલાકે “પુષ્પાદિકને તેડવા આદિ વખતે સ્વરૂપ હિંસા માની તેને અલ્પ પાપબંધ માને છે, અને પૂજા કરતી વખતે થતા શુભ પરિણામથી તે પાપને સર્વથા નાશ માની પૂર્વે ઉપાર્જન કરેલા બીજા પાપને પણ નાશ”—માને છે.
- જ્યારે કેટલાકે-“પુષ્પાદિ તેડવા આદિ પ્રસંગે પણ સુભાષ હોવાથી તે હિંસાના પાપને પૂજારૂપ ફળકાળ સુધી નહિ ટકાવતાં, કિયાના કાળમાં જ નષ્ટ થએલું.”—માને છે.
પણ આ બંને પક્ષે “સ્વરૂપ હિંસાથી ક્રિયાકાળ ને ફીકાળ સુધી અ૫ પાપ” માને છે તેથી સ્વરૂપહિંસાને પણ છોડવાની ધારણાવાળા મહાવ્રતધારીઓને દ્રવ્યપૂજા એગ્ય ન હેય તે સ્વાભાવિક છે. દ્રવ્યપૂજામાં અલ્પ પણ પાપ છે જ નહીં
જો કે કેટલાકે “પૂજા આદિકના આરંભને અંગે ભવાંતરે વેદવા લાયક અલ્પ પાપબંધ માનવા તૈયાર થઈ પૂજામાં અલ્પ પાપ બહુ નિર્જરા” માનવા તૈયાર થાય છે, પણ આ તેઓનું માનવું વસ્તુ સ્વરૂપની સમજણ વિનાનું છે.
કેમકે –જેમ સુપાત્રદાનમાં સન્મુખગમન, ભાજન આદિકનું પરાવર્તન, બાફ આદિકની થતી વિરાધના, વગેરે હોવા છતાં તે બધું આવશ્યક ગણી, સુપાત્રદાનમાં એકાંત વિજેરા જ શાસ્ત્રકારોએ જણાવી છે, અને એ જ સુપાત્રદાનને અંગે અનાવશ્યક અને અગ્ય હિંસા અને જૂઠના પ્રસંગને લઈને ભવાંતરે વેદાય એવું અ૫ પાપ અને બહુનિ જરા જણાવી છે.