________________
આગમત ઓળખ વગેરેને માટે ભલે સ્થાપના ઉપયોગી હોય, પણ પત્થરની ગાય” તરીકે ઓળખાતી છતાં પણ દૂધ દેવારૂપ કાર્યમાં નિષ્ફળ નીવડે છે, તેવી જ રીતે જિનેશ્વર વિગેરેની સ્થાપના તેઓને ઓળખવા વિગેરેમાં ઉપયોગી થવા છતાં સમ્યગદર્શન આદિરૂપ ફળ દેવામાં તે તે નિરૂપયેગી જ ગણાય અને તેથી સ્થાપનાને સ્થાપનારૂપે માનવા છતાં પણ પૂજ્યરૂપે તો માની શકાય જ નહિ.” અદભુત સમાધાન
આવું કહેનારાઓ વસ્તુતઃ જ્ઞાનીઓના વચને મર્મ સમજવા નથી પામ્યા એમ લાગે છે. કેમકે ગાય વિગેરેથી દૂધ વિગેરેની પ્રાપ્તિની માફક જે ભગવાન વિગેરેથી સમ્યગ્ગદર્શન આદિની પ્રાપ્તિ માનવામાં આવે તે દેહેલી ગાય જેમ દૂધ વિનાની થઈ, ફરી દૂધ પિદા ન કરે ત્યાં સુધી નિસાર મનાય છે, અને તેને દેહીએ તો પણ તે વખતે લેશમાત્ર પણ દૂધ મળતું નથી, તેવી રીતે કઈ પણ તીર્થકર કે કેવળી આદિની આરાધના કરવાથી કઈ પણ એક જીવને સમ્યગદર્શન આદિ પ્રાપ્ત થાય, તે વખતે તે કેવળી વિગેરે સમ્યગદર્શન વિગેરે રહિત થઈ ગયા એમ માનવું જોઈએ, અને ફરી તેઓ સમ્યગદર્શન વિગેરે ફરી પેદા કરે ત્યારે જ આરાધવાલાયક બને એમ માનવું જોઈએ, પણ આવું માનવું કઈ પણ મનુષ્ય સ્વીકારી શકે નહિ, તેમજ ન્યાયની રીતિએ એક દ્રવ્યને ગુણ બીજા દ્રવ્યમાં જઈ શકતું જ નથી. તેમજ જૈનદર્શન પ્રમાણે સમ્યગદર્શન આદિ ગુણે પણ એક આત્મામાંથી બીજા આત્મામાં જઈ શકતા નથી, તે એવા સંક્રમણ નહિ થઈ શકનાર ગુણના અધિકારમાં સંક્રમણ થઈ શકનારા દૂધ આદિ દ્રવ્યનું દષ્ટાંત ન્યાયની દૃષ્ટિએ ખૂબ અસંગત ગણાય. સ્થાપનાનું વ્યવહારિક મહત્ત્વ
મકાન વિગેરે બનાવવામાં જેમ તેના પ્લાને કાગળ વિગેરેમાં કરી, મકાન વિગેરે બનાવનારાઓ તે પ્લાન ઉપર બરોબર આધાર