________________
૧૧
પુસ્તક ૧-લું તેઓના ગુણેને દેખીને તેઓને ઓળખતા ન હતા, તેમ જ ઔદારિક આદિ શરીરરૂપી પિંડ દ્વારા પણ તેઓને ઓળખતા ન હતા, અર્થાત્ ઓળખનાર, સ્મરણ કરનાર કે ભક્તિ કરનારને તે અસલી= ભાવપદાર્થમાં રહેલા આકારમાં અને (ભિન્ન) નકલી સ્થાપના પદાર્થમાં રહેલા આકારમાં કેઈ પણ જાતને ફરક અનુભવાતું નથી. સ્થાપનાની સાબીતી
જો કે કેટલાક સ્થાપનાને નહિં માનનારાઓ એમ જણાવે છે કે “પત્થરની ગાય દૂધ ન દેતી હોવાથી તેમજ પત્થરના વાઘ વિગેરે ફાડી ખાવું વિગેરે કાર્યો ન કરતા હોવાથી સ્થાપનાને સ્વીકાર યોગ્ય નથી” એમ જણાવે છે; પણ તેઓએ વિચારવું જોઈએ કે
પત્થરની ગાય” એવું વાક્યજ તેઓ કેમ બેલી શકે છે? કારણ કે જે “પત્થરની ગાય'માં પત્થરપણું અને ગાયપણું બંને ચીજ માનવામાં આવે તે જ “પત્થરની ગાય” એવું બેલી શકાય, માટે સ્થાપના નહિ માનવી, અને “પત્થરની ગાય” એમ બેલવું તે માન્યતાવિરૂદ્ધ અને જુઠું હવા સાથે મારી જનેતા વાંઝણું” એવું કહેનારની માફક પરસ્પર વિરૂદ્ધ થઈ પડે છે, સ્થાપનાને નહિં માનનારાઓ પણ પિતાના બચ્ચાઓને રમકડાં આપે છે, સિક્કાઓ સંઘરે છે, હુંડીઓ ખરીદે છે, દસ્તાવેજોની કિંમતે માને છે. પિતાના પૂજ્ય પુરૂષની છત્રીઓ તરફ સન્માનબુદ્ધિ ધરાવે છે એટલું જ નહિ પણ તેમના ઉપદેશકે નારકી આદિના ચિતરામણે પણ રાખે છે, લોકોને દેખાડે છે યાવત્ પુસ્તકે કે જે સાંકેતિક અક્ષરના આકારેજ છે તેને આશ્રીને ઉપદેશ કરે છે, એટલે કે તેઓ ડગલે ને પગલે સ્થાપના ઉપર આધાર રાખીને ચાલે છે, અને તેથી એટલું તે સાફ સિદ્ધ થાય છે કે સ્મરણ, ઓળખવું વિગેરેમાં તે સ્થાપના મૂળ પદાર્થ જે જ ભાગ ભજવે છે. સ્થાપનાને પ્રતિપક્ષી તક
સ્થાપનાને અપલાપ કરનારાઓ કદાચ એમ કહે કે