________________
પુસ્તક ૧-લું
૧૩ રાખે છે, તેવી રીતે મલિનતાને નાશ કરી, નિર્મળતાને પ્રાપ્ત કરનારા મહાપુરુષના આકારે, અને તેનાથી જણાતા તેના વર્તને ઉપર આધાર રાખનાર મનુષ્ય પોતાના આત્માની મલિનતા મટાડી નિર્મળતાને પ્રાપ્ત કરવા તે રસ્તે લઈ શકે છે. યાદ રાખવું કે મકાન પૂરું ન થાય ત્યાં સુધી મકાન બાંધનારે વારંવાર પ્લાન=નકશા તરફ દષ્ટિ કરે છે, તેવી રીતે આત્માને નિર્મળ કરવાની ચાહનાવાળે પુરુષ, નિર્મળતાના આદર્શ પ્લાનરૂપ તીર્થંકર મહારાજા વિગેરેની મૂર્તિરૂપ પ્લાનને પિતે નિર્મળ ન થાય ત્યાં સુધી કઈ દિવસ પણ દૂર કરી શકે નહિ. આ ઉપરથી પવિત્ર પુરુષેની મૂર્તિની પ્રતિદિન દર્શનીયતા નિર્માલપણની આકાંક્ષાવાળાને કેટલી જરૂરી છે તે સ્પષ્ટ સમજાશે.
કેટલાકે મૂર્તિની દર્શનીયતા માન્યા છતાં પણ તેની પૂજનીયતા માનવામાં આનાકાની કરે છે, તેઓએ વાસ્તવિક રીતે મૂતિના ગુણે તરફ ધ્યાન રાખેલું નથી. તેથી તેઓએ સ્થાપના નિક્ષેપની આદરણીયતાને સૂચવનારા આ લખાણ તરફ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. સ્થાપનાની પૂજનીયતા
જિનેશ્વરે વિગેરેની સ્થાપના નકશાની માફક જે દર્શનીય જ માને, પણ પૂજ્ય ન માને તેઓએ વિચારવું જોઈએ કે ભાવની પૂજ્યતા માની છે કે નહિ? જે તીર્થકર વિગેરેની ભાવ અવસ્થા વંદનીય, નમનીય, પૂજયનીય અને ધ્યેય હોય તો પછી તેઓની સ્થાપનાની વંદનીયતા વિગેરે કેમ ન હોય? જેનેરેની દષ્ટિએ સ્થાપના
કે પિતાના પરમેશ્વરને જેઓ રાગદ્વેષ રહિત માનતા નથી, તેઓને સ્થાપના અને ભાવમાં ફરક પડે તેમ માની પણ લે, તત્વથી તે પરમેશ્વરને રાગદ્વેષ રહિત નહિ માનનારા પણ પરમેશ્વરને સર્વજ્ઞ તે માને જ છે, અને તેથી પરમેશ્વરની સ્થાપના દ્વારા થતી પરમેશ્વરની આરાધનાને પરમેશ્વર પિતાની આરાધના થએલી છે એમ માની ખુશી થાય, અથવા તે મૂર્તિને નહિ માનવા દ્વારા પિતાની