________________
૫
આગમાત. પ્રશ્ન ૫૫–નાગકેતુ જન્મતાની સાથે અઠ્ઠમ કરે છે તે દેશવિરતિ ગણાય? જો દેશવિરતિ ગણાય તે, ૮ વરસ પહેલાં દેશવિરતિ સંભવે?
સમાધાન–કુળ સંસ્કાર ન હોય તે ૮ વરસ પહેલાં દેશવિરતિ ન થાય. આજ કાલ તે કુળને અંગે ધર્મ થયે છે પણ પ્રાચીન કાળમાં તે મરજી અંગે ધર્મ હતે. આથી જ શ્રાવકના બાળ બચ્ચાને નિસર્ગ સમતિ મનાય છે અને તેથી કરીને કુળના સંસ્કાર પૂર્વભવના સંસ્કાર, જાતિસ્મરણ અને અવધિજ્ઞાનને અંગે બાળપણમાં પણ વિરતિ આવવામાં હરકત નથી.
પ્રશ્ન પ–દ્વિદળ ન ખવાય તે તે કોનાથી થાય ને તેમાં શું ન ખવાય?
સમાધાન–અડદ, મગ, મઠ, મેથી, તુવેર, ચોળા, ગવાર, વાલ, ચણા, જેમાંથી મગફળી માફક ચીકાશ ન નીકળે ને જેની બે ફાડે થાય છે. કાચા ગેરસ એટલે ઉનું કર્યા વગરનું દૂધ, દહીં છાશ સાથે એકઠા ન કરાય અને ન ખવાય મેથીની, ચોળીની ભાજી સાથે પણ તે કાચા ગોરસ ન વપરાય કારણ કે દ્વિદળ કહેવાય. - પ્રશ્ન પ૭–દહીં કેટલું ઉનું કર્યા પછી કઠોળને સોગ થાય તે પછી હરકત ન ગણાય?
સમાધાન–દહીંને શીતસ્પર્શ ઉડી જાય પછી તેમાં વધે ન આવે.
પ્રશ્ન ૫૮–આંબેલ આદિકનું પચ્ચખાણ પાકું હેય ને પાણી પીધું ન હોય તે ઉપવાસનું પચ્ચકખાણ થાય ?
સમાધાન–અબેલ આદિકનું પચ્ચખાણ પાર્યા પછી પાણી ના વાપર્યું હોય તે પણ આગળ પચ્ચક્ખાણ ન કરાય પણ અભિગ્રહ કરી શકાય.
પ્રશ્ન ૫૯–“નડતુ વર્ધમાનાય” અને “વિશાલ લેચન' સ્ત્રીઓ કેમ નથી બોલતી ?