________________
પુસ્તક ૪-શું
તેવી રીતે શ્રાવકની ૧૧ મી પ્રતિમા જેમાં સાધુ જેવા રહેવાનું છે તે પણ દેશવિરતિ અને પાપ અનુમોદન ન કરવું તે પણ દેશવિરતિ.
શાસ્ત્રકારે કહ્યું છે કે–“પ્રથમ સાધુપણુની દેશના દેવી તે માટે તૈયાર ન થાય તે જ શ્રાવકપણુની દેશના દેવી. નહિંતર પ્રાયશ્ચિત્ત આવે.”
“સાધુપણું એટલે સર્વ પાપને ત્યાગ. કઈ પણ ઉપદેશકાર સાધુ મહારાજ એમ તે નહિં જ કહે કે –
આટલું પાપ તમે કરશે તે ચાલશે? ઉપદેશક તે સર્વથા પાપ છોડવાનું જ કહેશે. પછી વ્રત લેનાર કહે કે, “સર્વથા. છેડવાની મારી તાકાત નથી” ત્યારે સાધુ કહે, “તે પછી ત્રસ જીવની હિંસાનો ત્યાગ કર.” “ફલાણું જુઠાણું ભલે રહે એમ સાધુ નહિ કહે” આથી જ પહેલા સર્વથા પાપ છેડવાનું કહીએ છીએ.
સુદેવ સુગુરૂ સુધર્મની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહીએ છીએ પણ ઉંડાણમાં ઉતરીએ તે “અઢાર પાપસ્થાનકેને પાપસ્થાન સ્વરૂપ માને ત્યાં જ સમકિત” અનંતાનુબંધી દર્શન મેહનીય ખસ્યું છે તેની આ પ્રથમ નિશાની છે.
પછી એ પાપસ્થાનકેમાંથી આપણું કુટુંબના નિભાવ. માટે બારી રાખી ત્યાગ કરીએ તે જ દેશવિરતિ,
તેમ જ જે વખતે એમ થાય કે મારા શરીર, કુટુંબ, ધન કે દુનિયાનું ચાહે તે થાય તે પણ મારે પાપ ન કરવું તે સર્વવિરત.
મારા પરિણામની મલીનતા ન થાય તે વીતરાગ ચારિત્ર.
આ ચાર વસ્તુમાં જે બીજો ભાગ પોતાના શારીરિક કૌટુંબિકની. છૂટ રાખી બાકીના પાપને ત્યાગ થાય તે દેશવિરતિ.
પ્રશ્ન ૩૦–જે અનુમોદન કરવા માત્રથી વિરતિમાં આવી શકાતું.