________________
આગમજાત મિથ્યાત્વમાં તે લક્ષ્યની જ વિપરીતતા છે, કેમકે જે તે માન્યતાથી કાર્ય ન થાય તે માનેલા દેવને ખાસડા મારવા પણ તૈયાર થાય.
પ્રશ્ન ૨૮–પિતાના કુટુંબના અગર હાલા કેઈ સાધુ થયા હોય. ને તેને આદર સત્કાર સન્માનાદિ કરે તે નિર્જરા થાય ?
સમાધાન–સાધુપણુ તરીકે ઉલ્લાસ થાય તે લાભ એની અંદર એક સાધારણ રહેવું જોઈએ. તે કરતાં બીજી રીતિએ કરે તે. નેહરાગ જે ધર્મરાગ પણ છે. એટલે તે લાભદાયક હોઈ વાંધો નથી.
પ્રશ્ન ૨૯–દેશવિરતિ એટલે શું?
સમાધાન–વિરતિ વ્રત, પચ્ચકખાણ, નિયમ વિગેરે શબ્દો એક અર્થને જણાવનાર છે. દેશવિરતિમાં દેશ શબ્દ અંશ અર્થને જણુંવનાર છે. સર્વથા હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રીગમન અને પરિગ્રહ, એ પાંચ આશ્રવને ત્યાગ કરે તે સર્વવિરતિ, તેની અપેક્ષાએ દેશથી–અંશથી એક એક હિસે એટલે હિસ્સે પણ વિરતિ. મારે પાપને વખાણવું નહિ, સારું કહેવું કે ગણવું નહિ એટલી માત્ર પણ દેશવિરતિ.
કર્મપ્રકૃતિકારને ત્યાં સુધી લખવું પડયું કે પચ્ચકખાણના ૪૯ ભાગ તેમાં છેલલામાં છેલે ભાંગે કાયાથી પાપ અનુમોદવું નહીં તેને પણ દેશવિરતિ કહે.
વ્યવહારની વાતમાં જે કંઈ માણસ જિંદગીમાં એક વખત પણ સામાયિક પૌષધ કરે, અનંતકાય અભક્ષ્ય રાત્રિભેજનના પચ્ચક્ખાણ કરે તે પણ દેશવિરતિ.
મહાવ્રતમાં ૧૮૦૦૦ શીલાંગમાં એક પણ ખંડિત ન ચાલે, એકની દૂષિતતાએ બધું દુષિત થાય, પણ શ્રાવકેને અંગે ૧૮ અબજ કરતાં વધારે ભાંગા છે માટે દેશવિરતિ,
કઈ પણ પ્રકારે સામાયિક પૌષધમાં આવેલ હોય, કોઈ પણ પ્રકારના પાપને અંશે પણ ત્યાગ તે દેશવિરતિ, તેમ જ ઉંચા દરજે રહે તે પણ દેશવિરતિ.