________________
૪૩
પુસ્તક ૪-થું
કલ્પસૂત્રમાં પણ સાંભળે છે કે-મહાવીર ભગવાનના જન્મ પછી બારમે દિવસે અશુચિ નિવૃત્ત થયું નિરિ અસુકામે છે તેથી કરીને ભગવાનને અંગે પણ સૂતક જણાવેલ છે તે પછી બીજાની શી વાત? - સૂતકના દિવસ માટે કેટલુંક ધોરણ વ્યવહાર ઉપર રહે છે. પાડોશમાં રહેતા હોઈએ જે વ્યવહાર ઉપર ધારણ ન રાખીએ તે શું જેટલા એના ઘરમાં પેઠા તે બધા સાથે લડવું ? અને તેથી તેઓ બંધ કરે પછી પકડી ન રાખવું, નહિંતર કલેશમાં ઉતરવું પડે માટે કેટલીક વખત તે દેશમાં ચાલતે વ્યવહાર રાખે છે.
જ્યાં આપણું ચાલી ન શકે, જ્યાં આપણે ઉપાય નથી ત્યાં શું કરવું! ને તેથી જ જ્યારે કરકડુએ ચંડાળને બ્રાહ્મણ કર્યા ત્યારે તેમ કરવું જ પડયું, નહિંતર આખા સંઘને બહાર નીકળવું પડત.
પ્રશ્ન ૧૮–હોસ્પીટલમાં આપણે દરદી હોય, જોડે સુવાવડને ખાટલે હોય તે વખતે તેની ખબર લેવા જાય તે પૂજા કરી શકે?
સમાધાન–વ્યવહારથી જે સ્થાન ન હોય તેના સંબંધવાળાને સૂતક લાગે, કારણ કે વ્યવહાર પ્રબળ છે, અને વ્યવહાર કેવળીઓને પણ સાચવવો પડે છે.
પ્રશ્ન ૧૯-–શાસ્ત્રકારે એમ જણાવે છે કે શ્રાવકના દરેક ઘેર દેરાસર જોઈએ, તે સુવાવડ વખતે શું કરવું?
સમાધાન–વિવેકી તેને રસ્તા કરી લે, એ માટે એક ઘર અલાયદું રાખી મૂકે.
પ્રશ્ન ૨૦–નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવતાઓ કલ્પાતીત હોવાથી ત્યાં રહેલા શાશ્વતા બિંબેની પૂજા કેણ કરે?
સમાધાન–કેઈક ક્ષેત્રમાં વિચરતાં વિચરતાં સાધુ મહારાજ ગયા, જ્યાં પ્રતિમાઓ અપૂજ છે તે શું ત્યાં સાધુ મહારાજ પૂજા કરશે?