________________
.
જ
આગમત ના, કારણ કે સાધુ પૂજા કરે તે આચાર નથી, તેમ તે દેવતાઓને જવા આવવાને સ્વભાવ નથી તેથી પૂજા ન થાય.
પ્રશ્ન ૨૧–જે તેમ છે તે ત્યાં બિબોને ઉપયોગ છે?
સમાધાન—સિદ્ધાચલજીની ગુફામાં છઠ્ઠા આરામાં પણ બિબે રહે તે શી અડચણ? કંઈ નહિ, તેવી રીતે ત્યાં રહે તેમાં શું અડચણ?
પ્રશ્ન ૨૨–નવવેયક તથા અનુત્તર દેવેને ક્યા ક્યા ધ્યાન હેય?
સમાધાન–તેમને આર્તધ્યાનની મંદતા કહેવાય પણ ધર્મધ્યાન ન કહેવાય. કારણ કે પાંચ અનુત્તરમાં સમ્યકત્વ જરૂર હોય અને સમકિત હવાથી આર્તધ્યાનની મંદતા જરૂર રહે અને ધર્મધ્યાનમાં આજ્ઞાપાયમાં હોઈ શકે કારણ કે તેમને અવધિજ્ઞાન તથા બીજું મતિ શ્રત નિર્મળ ખરા પણ અવિરતિ હેવાથી ધર્મધ્યાન ક્યાંથી કહેવાય?
બાહ્યસુખમાં લીન તે આર્તધ્યાન પરંતુ તેઓ વીતરાગ પ્રાયઃ હેવાથી આર્તધ્યાન મંદ રહે. જ્યાં ત્યાગ નથી અને ઈક્રિઓના સુખમાં જ રહેવાનું છે છતાં તેમને તે આર્તધ્યાન બંધનકારક નથી, કારણ કે તેમને સંગ એવા છે કે ત્યાં પદાર્થોની સ્વરૂપ વિચારણામાં જ લીન રહે છે અને આજ્ઞાવિચય અપાયરિચય એવા છે કેતેમાં તેમનું આવવું મુશ્કેલ પડે છે તેથી પણ તેમને ધર્મધ્યાન માનીએ તે હરક્ત નથી કારણ કે ચૂર્ણિકાર મહારાજાએ એક જ ચર ઉલ્લેખ કરેલ છે પણ સ્પષ્ટ શબ્દો નથી.
પ્રશ્ન ૨૩–વિગ્રહ ગતિમાં પર્યાપ્તપણું કે અપર્યાપ્તપણું હોય? સમાધાન–વિગ્રહગતિમાં અપર્યાપ્તપણું જ હોય.
પ્રશ્ન ૨૪–મંત્ર કે ઔષધના પ્રયોગથી મનુષ્ય તિર્યંચ થાય તે આયુષ્ય મનુષ્યનું જ ભેગવે કે તિર્યંચનું ?
સમાધાન–એક ભવમાં બે આયુષ્ય ન ભેગવાય જેથી મનુષ્યામુ જ ભેગવે. જાનવરને આકાર છતાં સમજણ મનુષ્યની જ છે.