________________
આગમત પ્રશ્ન ૧૫–શ્રી ભગવતીસૂત્રમાં દ્વિપસમુદ્રને સમુદ્ર દ્વીપને ફરસે છે તે કહેવાને પરમાર્થ છે?
સમાધાન-અને આંગળી પરસ્પર સ્પર્શેલી હોય તેમ દ્વીપસમુદ્ર પરસ્પર (સ્પશેલા જ) છે. અન્યમતવાળા જુદી રીતે માને છે. તેને નિરાસ કરવા માટે આ વાત જણાવેલી છે.
પ્રશ્ન ૧૬--પૂજાના નિયમવાળે ઘેર સૂતક હેય તે પૂજા કરી શકે?
સમાધાન–નિયમે કહ્યા છે તે શાસ્ત્રકારોએ મર્યાદાથી કહ્યા છે. જે કઈ શ્રાવિકા નિયમ ગ્રહણ કરે કે આઠમ વિગેરે તિથિએ પૂજા કરવી ને તેજ જે આઠમને દહાડે શ્રાવિકા અંતરાયવાળી થાય તે આઠમે પૂજા કરી શકે ખરી? અર્થાત્ નિયમ છતાં પણ તે શ્રાવિકા પૂજા ન કરી શકે, તેવી જ રીતે જન્મસૂતક વખતે તેના માટે જુદું મકાન, જુદી રસોઈ રાખે તેમજ અવરજવર ન હોય તે પૂજા કરી શકે અને તેથી સુવાવડની તમામ વસ્તુઓ અલગ રાખે તે વાંધો નથી.
પ્રશ્ન ૧૭–પૂજા માટે પહેલાં સ્નાન કેમ જરૂરી?
સમાધાન–અપવિત્રતા ટાળવા માટે. તે પછી અપવિત્રતા ટાળવી જ જોઈએ, તેથી જે કારણે જન્મ મરણનું સૂતક અપવિત્ર તાનું સ્થાન છે ને તેથી તે ટાળવાનું આવશ્યક છે ને તેથી સામાન્ય મર્યાદા એવી છે કે-મોભ અડકતા હોય તે તે ઘરવાળાથી પૂજા ન કરી શકાય. હેસ્પીટલમાં સુવાવડ હેાય પરંતુ ત્યાં જવુંઆવવું હોય તે પૂજા ન કરી શકે ને તેજ નિયમને સાચવવા માટે મુંબઈ જેવા શહેરમાં અડખે પડખેના બે તથા ઉપરના નીચેના ઓરડાઓ વર્જાય છે ત્યાં મેભ જેવી ગણતરી નથી, કારણ કે મુંબઈ જેવા ગુનાબંધી મકાન થયા છે તેથી મુંબઈને અંગે તે સુવાવડનું વધારે નથી ગણતા. - સૂતકની વાતને જણાવવા મુનિ મહારાજાઓ માટે પણ જન્મમરણના સૂતકવાળા ઘરથી (જે કે પ્રતિકુછ કહેવાય છે ત્યાંથી) ગોચરી ન લેવી તેમ શ્રી દશવૈકાલિકમાં ર ૪૦ (અ) પઉ. ૧ ગા. ૧૭) શબ્દોથી સ્પષ્ટ કહેલ છે.