________________
પુસ્તક -થું તેને પગલે વધ્યા જ કરે છે, તેમ જે કર્મો બંધાય છે તેમાં કારણ તરીકે-અવિરતિને હિસ્સો મુખ્ય છે.
પ્રશ્ન ૧૨–પ્રતિકમણદિક બાહ્ય ક્રિયા ન કરે માત્ર કષાય ત્યાગ ઉપર ધ્યેય રાખે તે તરત તરી શકાય?
સમાધાનધર્મની ક્રિયાઓ આવતા કમને કિનારી છે, અને તેથી જે ધર્મ ક્રિયાઓ નહિ કરે તે સંવર ક્યાંથી આવશે. જે
હું પાપ નહીં કરું? એ પ્રતિજ્ઞામાં આવશે તે અનુષ્ઠાન ક્રિયામાં આવવું જ પડશે અને તેથી જે કષાયના અવગુણે-ગેરફાયદા કે તેના વિપાક સમજી “કષાયે ભવાંતરમાં આત્માની ખરાબી કરનાર છે” આટલું સમજશે તે ક્રિયા આવશે. કષાય ત્યાગને જ તે આત્મા ધર્મ કહે છે, પરંતુ કષાય રેકવા તે અનુષ્ઠાનેનું જ ફળ છે તેમ છતાં અનુષ્ઠાન નથી માનવા તેમ કહેવું એ પણ ગુન્હ છે.
અનુષ્ઠાનની બીનજરૂરીયાત ગણવી તે પણ ગ્ય નથી, ધર્મ, ક્રિયા અને મંદ કષાય તે જુદી જ ચીજ છે.
યુગલીઆ અને એકેન્દ્રિયપણામાં કષાયે ખૂબજ મંદ હોય છે. છતાં ત્યાં ધર્મ નથી. ધર્મ અનુષ્ઠાન કરનારને કષાયની મંદતા હોય ત્યારે તેનો ધર્મ કષાયની મંદતાથી ઓછા કર્મ બંધાવશે ને ત્યારે જ “ધર્મક્રિયાઓ કર્મ તોડશે.
પ્રશ્ન ૧૩–પૂજાના નિયમવાળો પિસહ ઉચ્ચારી પડિકમણું કરે ને પૂજા ન કરે તે પૂજાને નિયમ ભંગ થાય?
સમાધાન–સામાચારી જાણનારા પિસહ ઉચ્ચરી પડિકમણું કરે ને તેથી જ કુસુમિણ કુસુમિણને કાઉસગ્ગ પણ પિસહ લીધા પછી જ કરે.
પ્રશ્ન ૧૪–નવકારશી પચ્ચખાણથી ઉપવાસ આંબિલ એકાસણું થઈ શકે?
સમાધાન–સામાચારી એવી નથી કે પિરસી સિવાય ઉપવાસ આંબિલ એકાસણું કરાય. નવકારશીથી માત્ર બેસણું થાય છે. '