________________
શ્રી ક પ ડ વં જ ન મરે તારકવર્ય બહુશ્રુત આગમચેર્તિધર પૂ આગમ દ્વારક
આચાર્યદેવશ્રીની પવિત્ર નિશ્રામાં શ્રી દેશવિરતિધર્મ આરાધક સમાજના સાતમા અધિવેશન
પ્રસંગે ચતુર્વિધ શ્રીસંઘે પૂછેલા અનેક તાત્વિક પ્રશ્નોના પૂ. આગમાવતાર ધ્યાનસ્થ સ્વ. શ્રી આનંદસાગરસૂરીશ્વરશ્રીએ
જણાવેલ
સ મા ધા ને પ્રશ્ન ૧-જન્માંધને કેવળજ્ઞાન થાય?
સમાધાન-જન્માંધપણું ચક્ષુ દર્શનાવરણ કર્મના ઉદયે અને નિર્માણ નામકર્મની વિષમતાએ થાય, કેવલજ્ઞાન થાય ત્યારે ચક્ષુ દર્શનાવરણ કમને ક્ષય થયે પણ નિર્માણ નામકર્મની વિષમતા ખસે નહિ તેથી ચક્ષુથી દેખે નહિ, પણ કેવળજ્ઞાનાવરણી સાથે કેવળ દર્શનાવરણને ક્ષય છે, તેથી જેમ નાનો બાળક પમ્પ કેટલા થાય એમ પુછવાથી પાંચ ને એક છ, સાત, આઠ, નવ, દસ એમ ગણતરી કરી જવાબ આપે, અગર ૫૪ ૨=૧૦ કહે. આપણે વગર વિચાર્યું તરત ૧૦ જવાબ દઈએ.
આપણને આંકને, ગણતરીને મહાવરો હોવાથી ગણતરી તરત કરી જલદી જવાબ આપી શકીએ. બાળકને જવાબ આપતાં વિલંબ થાય. તેમ કેવળજ્ઞાની ઇન્દ્રિયની મદદ વગર દેખી શકે. કેવળજ્ઞાનીઓ પાસે ઇંદ્રિયે છે, પણ તેઓ ઇક્રિયેને ઉપગ ન કરે. આપણે આંકમાં લાંબી ગણતરી નથી કરતા તેમ કેવળજ્ઞાનીએ ઇન્દ્રિયોને ઉપગ જાણવામાં ન કરે. કેવળજ્ઞાનથી જ જાણી લે. કેવળજ્ઞાનીઓ અતીન્દ્રિય જ્ઞાની છે.
પ્રશ્ન ૨-મેક્ષને પાંચમી ગતિ કેમ કહી?
સમાધાન-નારકી, તિર્યચ, મનુષ્યને દેવતા એ ચાર ગતિ અને પાંચમી મોક્ષ ગતિ એ રીતે પાંચમી ગતિ. ગતિ એટલે ગમન કરવું