________________
પુસ્તક -થું
૩૩ તીર્થની પરંપરા જળવાય છે અને તેથી તીર્થની પરંપરાની પ્રવૃત્તિ સંતતિમાં અવિચ્છિન્નપણે થાય જ.
વાહ રે નારહિએ વડે સૂર્ય ઉગ્યા પછી પ્રત્યાખ્યાનની આચરણાએ ધાર્મિક જનની પરંપરાએ કરીને શાસનનું જરૂર અવિચ્છિન્નપણું જ થાય છે. અને તે સંઘના અનુકરણમાં પ્રવર્તલે શિષ્ટાચાર છે.
જે ગ્રંથના આરંભમાં નિવિંધ્ર શાસ્ત્રની સમાપ્તિ માટે શબ્દથી કે અર્થથી આશીર્વાદ, નમન અને નિર્દેશ એમાંથી કઈ એક રૂપે અથવા પર ગુરૂ અને અપર ગુરૂના સ્મરણાદિરૂપે મંગળ કરવું જ જોઈએ એમ માનીને એ માટે અનુકરણમાં–ઉદ્દેશ અનુકરણીય ઉદેશના સરખો હોય છે. પણ તેમાં અનુકરણીય સ્વરૂપનું પામવું હોતું નથી.
માટે ઉપર કહ્યા પ્રમાણે ત્રણ મંગળની ત્રણ ફળની સાથે અન્વયવ્યતિરેકિતામાં કેઈથી પણ આપત્તિ પમાડવા શક્તિમાન થવાતું નથી.
પ્રશ્ન-4 સમ્યગૃષ્ટિના મતિજ્ઞાનનું બીજું નામ છે કે મિથ્યાદષ્ટિના મતિજ્ઞાન સરખું નામ છે?
ઉત્તર-નામાંતર છે' એમ આવશ્યકર્ણિકાર કહે છે. કારણ કે તેઓએ આ પ્રમાણે કહ્યું છે-વિલિયા' જે સામાન્ય મતિજ્ઞાન કહેવાય છે, તે સમ્યગૃષ્ટિને આભિનિબેધિક જ્ઞાન છે, ને મિથ્યાદષ્ટિ તે મતિ-અજ્ઞાન છે.
આ હેતુથી (સમ્યગદષ્ટિને) જિન વચનના શ્રવણથી થયેલા ઊહ વગેરે, સંશયાદિ અધ્યારેપ (મિથ્યાજ્ઞાન)થી રહિત જ હોય છે.
આ કારણથી સંશયાદિ અધ્યારોપ રહિત જ આભિનિધિક જ્ઞાન છે.
પ્રશ્ન-૯ આભિનિબેધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન માંહમાંહે સમવ્યાસિક છે કે કેઈ તફાવત છે?