________________
૩૨
આગમજ્યોત
(૧) તેમાં પ્રથમ મંગળ તરીકે આવશ્યક સૂત્રનું પહેલું અધ્યયન સામાયિક છે. અને તેમાં તીર્થકર ભગવાન અને ગણધરદેવેના ચરિત્ર છે. તેઓના ચરિત્રનું શ્રવણ વગેરેથી બેધિબીજની પ્રાપ્તિ વગેરે થાય છે. અને તેનાથી જરૂરી સમસ્ત કર્મને નાશ વગેરે થાય છે. અને તેથી અનિષ્ટનું નિવારણ અને ઈષ્ટની પ્રાપ્તિ દ્વારા શાસ્ત્રમાં કહેલ પરમાર્થરૂપ જે મેક્ષ, તે પુદ્ગલપરાવર્તના અંદર પ્રાપ્ત થાય છે જ.
તેમ જ સામાન્યથી પણ સામાયિકને વાગ્યાથ રાગદ્વેષ રહિતપણરૂપ સમતાનું સેવન કરવાથી જીવો મોક્ષના લાભથી વંચિત રહેતા નથી.
(ર) મધ્યમંગળ નિયુક્તિના પ્રમાણની અપેક્ષાએ ચતુર્વિશતિ (લેગસ્સ) સ્તવની નિર્યુક્તિ છે. તેમાં જિનેશ્વર ભગવાનનું દ્રવ્યભાવરૂપ સ્તવનનું નિરૂપણ છે. અને તે દ્રવ્ય-ભાવરૂપ સ્તવના આચારવડે કરીને મેક્ષમાર્ગના ગમનમાં પ્રવર્તેલાઓને સ્થિરપણું થાય છે. આથી જ આ પ્રભાવના ગણાય છે.
અધ્યયનની સંખ્યાની અપેક્ષાએ તે મધ્ય મંગળ તરીકે વંદન અધ્યયન ગણાય છે. તેમાં અસાધારણપણે ગુરૂઓની ભક્તિ અને મહિમા વર્ણવવામાં આવ્યા છે. અને ગુરૂઓની ભક્તિ અને મહિમા વાળે પુરૂષ ગુરૂના ઉપદેશ શ્રવણ આદિથી આરંભેલા મોક્ષમાર્ગના ગમનમાં જરૂર સ્થિર થાય છે.
સુત્રને અનુસરીને પણ છાનિ સમારકો વંરિ' એ સૂત્ર વડે વંદનમાં પણ ગુરૂઆજ્ઞાની અપેક્ષા સ્પષ્ટપણે કહેલી છે.
તેથી આવા પ્રકારની ગુરૂની આજ્ઞાને વશવર્તી શિષ્ય, એક્ષમાર્ગમાં સ્થિર થાય જ તેમાં કંઈ આશ્ચર્ય નથી?
(૩) અંત્ય મંગળ તે પ્રત્યાખ્યાન અધ્યયન છે. અને તેમાં મૂળગુણ સહિત ઉત્તરગુણને સ્વીકાર અને તે રૂપ આચારની પ્રવૃત્તિથી
ઉલા છે.