________________
પુસ્તક ૪-થું
કારણ કે તેઓને દેશના પ્રસંગે જ દેવસિક કે રાત્રિક પ્રતિક્રમણ કરવાના છે. અને પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં ઉભય. સંધ્યાના કાલે પ્રતિક્રમણ છે.
આ ઉભય સંધ્યાકાળનાં ઉભય પ્રતિક્રમણ આચારરૂપ હોવાથી નિર્દોષને પ્રાયશ્ચિત્ત આપવા રૂપ નથી. જેમ ગ્રન્થના આરંભમાં શિષ્ટાચારથી મંગળ કરે છે તેમાં વિશ્વ હેય તે તેને નાશ થાય અને વિધ્ર ન હોય તે દર્શનશુદ્ધિ વિગેરે ગુણે તે થાય જ, એવી રીતે અહીં પણ દેષ હેય તે-પ્રતિક્રમણથી શુદ્ધિ થાય અને તે ન હોય તે જ્ઞાનાચાર આદિ પંચાચારનું આરાધન થાય છે. (એટલે આવશ્યક કરવું નિરર્થક નથી.)
આ જ કારણથી દશ ક૯૫ પાલનમાં દેવાતું ત્રીજા ઔષધનું દષ્ટાંત ખરેખર રીતિએ (પ્રતિક્રમણ માટે) ચરિતાર્થ છે. અપ્રાયશ્ચિત્તને પ્રાયશ્ચિત્ત દેવાથી મિથ્યાત્વ આવે એવું જે વચન છે તે ભિન્ન પ્રાયશ્ચિત્ત દેવાના પ્રસંગમાં છે. નિયમિત રીતે પ્રતિદિવસે કરાતા પ્રતિક્રમણના વિષયવાળું નથી.
પ્રશ્ન-૭ શાસ્ત્રોમાં આદિ, મધ્ય અને અંતમાં મંગળ કરવામાં આવે છે. અને તે ત્રણ મંગળ, અનુક્રમે નિર્વિઘપૂર્વક શાસ્ત્રના અર્થોને પાર પામવા, તે અર્થોને સ્થિર કરવા અને શિષ્ય, પ્રશિષ્ય આદિ પરંપરામાં અવ્યવચ્છેદ રાખવા એ ફળ તરીકે માનવામાં આવ્યા છે, તે આ બાબતમાં કંઈ ઘટના છે કે પરંપરાથી જ જેમ તેમ ચાલતી આવેલી તે પ્રવૃત્તિ છે?
ઉત્તર-જૈન શાસનમાં શરૂઆતમાં ભણવા ગ્ય-વ્યાખ્યાન કરવા ગ્ય અને આદરવા યોગ્ય આવશ્યક સૂત્ર છે. તેથી તે આવશ્યક સૂત્રના વિષયને આશ્રીને ત્રણ મંગળની યોજના ફળવાળી છે.
મંગળ તે જ કહેવાય છે કે જે અનિષનું નિવારણ કરીને ઈ. ફળની સિદ્ધિને કરે તે ઉદ્દેશથી આ પ્રમાણે લેજના છે.