________________
પુસ્તક –શું
૨૭ ભગવંતે ભાવસ્તવમાં મગ્ન છે ને આરંભાદિ સર્વ સાવદ્ય ત્યાગ કરે છે, માટે સાધુ ભગવંતે દ્રવ્યસ્તનભૂત સ્નાનાદિ કરે નહિ.
પ્રશ્ન-૪ સ્વરૂપથી દેલવાળી એવી પણ સ્નાન પૂર્વકની પ્રભુપૂજા આરંભવાળા ગૃહસ્થને ગુણવાળી છે. એમ શાથી?
ઉત્તર- જ્યણ (જ્ઞાનીઓની આજ્ઞાની સાપેક્ષતા)ને મુખ્ય રાખીને સ્નાન પૂર્વક કરાતી પ્રભુપૂજા શુભભાવની પરંપરાએ કર્મનિર્જરાનું ના હેતુભૂત છે, જેમ કૂવો ખેદતાં થાક લાગવે, તૃષા વધવી, ને કપડાં આદિ મલિન થવા છતાં પાણીની પ્રાપ્તિ સ્વ–પર ઉપકારક નિવડે છે. એવી રીતે પ્રભુપૂજા પણ અજયણાથી થતા આરંભાદિક દેને પણ દૂર કરીને ઉત્પન્ન થયેલા શુભ અધ્યવસાય વડે વિશિષ્ટ પ્રકારના અશુભ કર્મના નાશની સાથે પુણ્યબંધમાં કારણભૂત થાય છે, માટે ગૃહસ્થને સ્નાનપૂર્વકની પ્રભુપૂજા ગુણકારી છે. અહિં કેટલાકે પ્રભુપૂજામાં એકાન્ત નિર્જરા માને છે, જ્યારે કેટલાકે અલ્પ બંધને બહુ નિર્જરા માને છે.
પ્રશ્ન-૫ આરંભવાલા ગૃહસ્થાથી યતના (આજ્ઞાસાપેક્ષતા) પૂર્વક કરાતા સ્નાન આદિક ગુણને માટે થાય છે એમ કહ્યું, છતાં આરંભવાળ પણ જે અધિક પાપથી ગભરાયેલું હોય ને તે ધર્મને માટે પણ સ્નાનાદિક ન કરે તે શું ખોટું?
ઉત્તર–આરંભ સમારંભમાં પડેલા ગૃહસ્થને શરીર, ઘર, કુટુંબ આદિના કાર્યોમાં થતું પાપ ખટકતું નથી. ફક્ત ધર્મનું કાર્ય હાય ત્યાં પાપથી ગભરાઈ ધમ કિયાને છેડવાની તત્પરતા તે અજ્ઞાન દશાને નમૂને છે, કારણ કે શાસે વિહિત કરેલા માર્ગમાં પણ પાપને બહાને અનાદરપણું' એજ શાસ્ત્રનું અજ્ઞાનપણું સૂચવે છે.